vodafone idea offers cashback on prepaid recharge plans
  • Home
  • Technology
  • vodafone અને ideaના રિચાર્જ પર જોરદાર કેશબેક, આ રીતે મેળવો ફાયદો

vodafone અને ideaના રિચાર્જ પર જોરદાર કેશબેક, આ રીતે મેળવો ફાયદો

 | 3:59 pm IST

આજના ફાસ્ટ યુગમાં મોબાઇલ બધાની પ્રાથમિક જરૂરીઆત બની ગયો છે. જેથી ટેલિકોમ કંપનીઓ અવારનવાર ગ્રાહકોને રપોતાની તરફ આકર્ષિત કરવામાં માટે ફાયદાકારક પ્લાન રજૂ કરે છે. ટેલિકોમ કંપનીઓમાં સ્પર્ધાને કારણે ફાયદો ગ્રાહકોને મળે છે.

બજારમાં સતત નવી ઓફર આવી રહી છે. હાલમાં વોડાફોને તેના ગ્રાહકો માટે કેશબેક ઓફર પણ રજૂ કરી છે, જેમાં તમે પેટીએમથી રિચાર્જ કરવા પર 10 ટકા કેશબેક અને વોડાફોન એપથી રિચાર્જ કરવા પર 5% કેશબેક મેળવી શકે છે.

વોડાફોન રિચાર્જ

આ સ્કીમ પ્રમાણે પેટીએમ વોડાફોનના રિચાર્જ પર 10% નું કેશબેક આપે છે. આ ઓફરનો લાભ લેવા માટે તમારે ઓછામાં ઓછા 199 રૂપિયાનું રિચાર્જ કરવાનું રહેશે. વધુમાં, જો તમે વોડાફોન એપ્લિકેશન અથવા વોડાફોન વેબસાઇટથી રિચાર્જ કરો છો, તો તમે 5% નું કેશબેક મેળવી શકો છો. જો કે આ સુવિધા અનલિમિટેડ પ્રિપેઇડ રિચાર્જ પેક પર ઉપલબ્ધ છે.

આઇડિયા રિચાર્જ

જો ગ્રાહક પેટીએમથી રિચાર્જ કરે છે, તો તેને 15 રુપિયાનું કેશબેક મળશે. આ ઓફર માય આઇડિયા એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે. આ ઓફરનો લાભ લેવા માટે તમારે ઓછામાં ઓછા 199 રૂપિયાનું રિચાર્જ કરવાનું રહેશે. તેની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર, 2018 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન