Vodafone Idea plans Rs 20,000 crore network investment
  • Home
  • Business
  • Jioને ટક્કર આપવા વોડાફોન-આઈડિયાનો માસ્ટર પ્લાન, નેટવર્ક પર કરશે રોકાણ

Jioને ટક્કર આપવા વોડાફોન-આઈડિયાનો માસ્ટર પ્લાન, નેટવર્ક પર કરશે રોકાણ

 | 9:35 am IST

જ્યારથી ટેલિકોમ ક્ષેત્રે Jioએ પ્રવેશ કર્યો છે ત્યારથી બીજી બધી કંપનીઓ હરિફાઈ કરવામાં ખુબજ પાછળ રહી ગઈ છે. આ માટે દિગ્ગજ કંપનીઓએ પણ પોતાની રણનીતિમાં ધરખમ ફેરફાર કર્યા છે. જિયોને ટક્કર આપવા દેશની સૌથી મોટી દૂરસંચાર કંપની વોડાફોન અને આઇડિયા મોટા રોકાણની તૈયારીમાં છે.

કંપનીએ પોતાની સેવાને બહેતર કરવા નેટવર્ક પર આવતા 15 મહીના સુધીમાં 20,000 કરોડનું જંગી રોકામ કરવાની વિશેષ યોજના તૈયાર કરી છે. વોડાફોનના મુખ્ય નાણાં અધિકારી અક્ષય મુદ્રાએ વિશ્લેષકોને કહ્યુ છે કે અમે ગયા નાણાકીય વર્ષ 2018-19 અને 2019-20 માટે પુંજીગત ખર્ચના રૂપે કુલ 270 અરબ રૂપિયા આપ્યા છે, તેમાં લગભગ 70 અરબ રૂપિયા પહેલા 9 મહીનામાં ખર્ચ કરવામાં આવ્યા છે. આગામી 15 મહીનામાં 200 અરબ રૂપિયાનું રોકાણ કરવાની યોજના છે.

દૂરસંચાર કંપની વોડાફોન આઇડિયાના જણાવ્યા અનુસાર રાઈટ ઈશ્યૂના માધ્યમથી 250000 કરોડ રૂપિયા એકત્રીત કરવાની યોજના છે. કંપનીના પ્રવર્તક શેરધારકો વોડાફોન ગ્રુપ અને આદિત્ય બીરલા સમૂહના નિર્દેશક મંડળની બેઠકમાં પોતાની પ્રતિબદ્ધતાને દર્શાવતા એક પ્રસ્તાવિત રાઈટ ઈશ્યૂમાં પોતાની ભાગીદારી પર 11000 કરોડ રૂપિયા અને 7250 કરોડ રૂપિયાના યોગદાન કરવાની ઈચ્છા રાખી છે.

કંપની તરફથી શેરધારકોને એ આશ્વાસન પણ આપવામાં આવ્યુ છે કે જો કોઈ રાઈટ ટૂ ઈશ્યુનો કોઈ ભાગ વેચાશે નહી તો તે ભાગને પુરેપુરો અથવાતો કેટલોક ભાગ ખરીદવાનો અધિકાર પોતાની પાસે રાખી લીધો છે.

નફામાં સતત ઘટાડો

બીજી બાજુ કંપની મોટા પાયે ખોટ કરી રહી છે અને નફાના નામે કંપનીના હાથમાં કશુ જ આવતુ નથી. ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર 2018 પૂર્ણ થયો ત્યારે 5,005.7 કરોડનું નુકશાન થયુ છે. જ્યારે વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીને 1,284.5 કરોડનું નુકશાન થયુ હતુ.

જો કે ચાલુ નાણાંકીય વર્ષની સરખામણી કરી શકાય નહી કેમકે વોડાફોન અને આઈડિયાનો વિલય 31 ઓગસ્ટ 2018ના થયો હતો. ત્રિમાસીક ગાળામાં કંપનીની કુલ આવક 11,982.8 કરોડ રૂપિયા અને જુલાઈ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 7,878.6 કરોડ રૂપિયાના આંકડાઓ 52 ટકાનો વધારો થયો છે.