vodafone-introduces-rs-597-prepaid-plan-with-data-calling-benefits
  • Home
  • Technology
  • વોડાફોનનો નવો પ્લાન 168 દિવસ માટે મળશે કોલ ડેટા મેસેજ ફ્રી

વોડાફોનનો નવો પ્લાન 168 દિવસ માટે મળશે કોલ ડેટા મેસેજ ફ્રી

 | 12:06 pm IST

વોડાફોન ઈન્ડીયાએ ભારતી એરટેલ અને આઈડિયાની સરખામણીએ 597 રૂપિયાનો નવો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. આ ટેરિફ પ્લાનમાં વોડાફોનની તરફથી 168 દિવસની વેલિડીટી મળે છે. આ પહેલા એરટેલે BSNLના મુકાબલે 597ના પ્લાનની ઓફર કરી હતી. હવે વોડાફોન પણ આ પ્લાન રજૂ કરી હરિફાઈમાં છે.

જોકે આ પ્લાનની એક શર્ત છે કે ફક્ત રેગ્યુલર સ્માર્ટફોનના ગ્રાહકો જ આ પ્લાનની વેલિડીટી 112 દિવસ માટે મેળવી શકશે. ફીચર ફોન યુઝર્સ માટે આ પ્લાન 168 દિવસનો રહેશે.

આ પ્લાનમાં મળતો ફાયદો-
આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ લોકલ કોલ, STD અને નેશનલ રોમિંગનો ફાયદો મળશે. 10GB 4G/3G પ્રતિદિન અને 100 SMS 112 દિવસ સુધી મળશે.

આ સિવાય આપને જણાવી દઈએ કે વોડાફોને જિયો અને એરટેલ સામે ટક્કર લેવા 159નો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનામા ગ્રાહકોને 28GB 3G/4G ડેટા પ્રતિદિન આપ્યા છે.આ પ્લાન ફક્ત કેટલાક ગ્રાહકો માટે જ છે. રૂપિયા 159વાળા આ પ્લાનમાં 28GB ડેટા અને અનલિમિટેડ વોયસ કોલ પણ આપવામાં આવશે સાથે સાથે 100 SMS પણ ગ્રાહકોને મળશે.