આ રાજ્યમાં વોડાફોને શરૂ કરી પોતાની નવી સર્વિસ - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • આ રાજ્યમાં વોડાફોને શરૂ કરી પોતાની નવી સર્વિસ

આ રાજ્યમાં વોડાફોને શરૂ કરી પોતાની નવી સર્વિસ

 | 6:04 pm IST

ટેલિકોમ ઓપરેટર કંપની વોડાફોને પોતાની પહેલી 4G વોયસ ઓવર LTE (VoLTE) સર્વિસને ગુજરાતમાં લોન્ચ કરી દીધી છે. રિપોર્ટના અનુસાર, રિલાયંસ જીયો અને ભારતી એરટેલ પછી વોડાફોન VoLTE સર્વિસ શરૂ કરનાર ત્રીજી ટેલીકોમ કંપની બની ગઈ છે. VoLTEનો અર્થ વોયસ ઓવર લોન્ગ-ટર્મ ઈવોલ્યૂશન થાય છે અને તેનાથી વોયસ કોલ અથવા ડેટાને 2G/3Gની જગ્યાએ 4G/LTE નેટવર્ક પર ટ્રાંસમિટ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, VoLTE સર્વિસ મેળવવા માટે ગ્રાહકની પાસે 4G અથવા LTE સપોર્ટેડ મોબાઈલ ડિવાઈસની સાથે સાથે વોડાફોનનું 4G સીમ હોવું જરૂરી છે. જો ગ્રાહક પાસે 3G સિમ હોય તો તેને આઈડીપ્રૂફની સાથે નજીકના વોડાફોન સ્ટોરમાં જઈને સિમને 4Gમાં અપગ્રેડ કરવાનું રહેશે.