vodafone launched postpaid plans for families offers up to 200gb data
  • Home
  • Featured
  • આ ટેલિકોમ કંપનીએ લોન્ચ કર્યો નવો સસ્તો ‘ફેમિલી પ્લાન’, એક સાથે 5 લોકો કરશે ઉપયોગ

આ ટેલિકોમ કંપનીએ લોન્ચ કર્યો નવો સસ્તો ‘ફેમિલી પ્લાન’, એક સાથે 5 લોકો કરશે ઉપયોગ

 | 9:32 am IST

વોડાફોન છેલ્લા કેટલાક અઠવાડિયાથી સતત નવી યોજનાઓ ઓફર કરે છે. હમણાં જ, કંપનીએ તાજેતરમાં 599 રૂપિયામાં 180 દિવસની માન્યતા સાથે નવી પ્રી-પેઇડ યોજના શરૂ કરી છે. હવે, પ્રિ-પેઇડ પછી વોડાફોને માર્કેટમાં પોસ્ટપેઇડ પ્લાન શરૂ કર્યા છે. જેમાં આખા પરિવારને લાભ થશે. વોડાફોનની કૌટુંબિક યોજના વિશે જાણીએ. વોડાફોને આ યોજનાનો પ્રારંભ તે લોકો માટે કર્યો છે જેઓ આખા પરિવારને લાભદાયી યોજનાની શોધમાં હતા. વોડાફોનની આ નવી પોસ્ટપેઇડ પ્લાનની કિંમત 999 રૂપિયા છે. વોડાફોનની આ યોજનામાં તમને 200 જીબી ડેટા મળશે અને બચેલા ડેટાનો ઉપયોગ આગામી મહિને કરવા પણ મળશે.

ઉલ્લેખનિય છે કે વોડાફોન એક ખુબજ સસ્તુ અને સારુ પોસ્ટેડ ફેમિલી પ્લાન લઇને આવ્યું છે. જેમાં આપનાં સંપૂર્ણ પરિવાર માટે એક સાથે કનેક્શન લઇ શકો છો. આ 999 રૂપિયાનો પ્લાન છે. જેમાં 5 કનેક્શન જોડી શકો છો. એટલે કે જોઇએ તો એક કનેક્શનની કિંમત માત્ર 200 રૂપિયા થાય. જેમાં આપ અનલિમિટેડ કોલિંગ અને પ્રાઇમરી નંબર પર દરમહિને 80 GB ડેટા જ્યારે બાકીનાં પર 30GB ડેટા મળે છે. એટલું જ નહીં ખાસ વાત એ છે કે આ કનેક્શનમાં 200GB ડેટા પણ મળે છે. જે રોલઓવરની સુવિધા છે. સાથે જ વોડાફોન એમેઝોન પ્રાઇમની એક વર્ષની સુવિધા પણ મળે છે.

તેમજ 598 રૂપિયાનાં પ્લાનમાં પ્રાઇમરી યૂઝરને 50GB ડેટા જ્યારે અન્ય બે યૂઝર્સને 30GB ડેટા મળશે. વોડાફોન પોર્ટફોલિયોમાં 499 અને 399નાં બે પ્લાન શામેલ છે. જે ફક્ત એક યૂઝર માટે છે. આ પ્લાનમાં ક્રમશ: 75GB ડેટા અને 40GB ડેટા મળે છે. આ પ્લાન અનલિમિટેડ લોકલ, એસટીડી અને નેશનલ રોમિંગ કોલિંગની સુવિધા પણ આપે છે.

આ ઉપરાંત પણ વોડાફોન 399 અને 499નાં બે પ્લાન છે. આ ઉપરાંત 598 રૂપિયા, 749 અને 899 રૂપિયાનો પણ પ્લાન છે. નવાં પોર્ટફોલિયોમાં 899 રૂપિયાનો પ્લાન પણ શામેલ છે. જેમાં 4 લોકો જોડાઇ શકે છે. આ પ્લાનનાં પ્રાઇમરી યૂઝરને 70 GB ડેટા મળે છે જ્યારે અન્ય સભ્યોને 30GB ડેટા મળે છે. વોડાફોનનાં 749 રૂપિયાનાં પ્લાનમાં ત્રણ કનેક્શનને જોડી શકાય છે. આ પ્લાનમાં પ્રાઇમરી મેમ્બરને 60GB ડેટા અને અન્ય સભ્યને 30GB ડેટા મળી શકે છે.

હવે રિલાયન્સ જીયો પણ આ પ્રકારના સસ્તા પ્લાન પ્રિપેડ ગ્રાહકોને આપી રહી છે. પણ હાલમાં પ્રિપેડ ગ્રાહકો જ તેનો ઉપયોગ કરી શકે છે. જોકે ગ્રાહકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખી આગામી સમયમાં જીયો પણ આવા પ્લાન આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન