vodafoneએ લોન્ચ કર્યાં બે નવા શાનદાર પ્લાન, 177 રૂ. મળશે 1GB ડેટા પ્રતિદિવસે - Sandesh
  • Home
  • Business
  • vodafoneએ લોન્ચ કર્યાં બે નવા શાનદાર પ્લાન, 177 રૂ. મળશે 1GB ડેટા પ્રતિદિવસે

vodafoneએ લોન્ચ કર્યાં બે નવા શાનદાર પ્લાન, 177 રૂ. મળશે 1GB ડેટા પ્રતિદિવસે

 | 4:50 pm IST

વોડાફોનએ તેના પ્રીપેડ ગ્રાહકો માટે 2 નવા પ્લાન લોન્ચ કર્યા છે. જેમાં તમને રોજ 1 જીબી ડેટા અને ફ્રી કોલ્સ આપવામાં આવશે. પહેલો પ્લાન એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવ્યો છે, જે લાંબા સમયની વેલિટીડિટ કરવવા માંગે છે અને બીજો પ્લાન માત્ર 28 દિવસની વેલિડિટી માટે છે. આ પ્લાન વોડાફોને તેવા સમયે લોન્ચ કર્યો છે જયારે રિલાયન્સે જીયોના પ્લાનમાં ફેરફાર કર્યાં છે.

વોડાફોને એક 496 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે જેમાં તમને 84 દીવસો માટે પ્રતિદિવસે 1 જીબી ડેટા આપવામાં આવશે. આમાં કોઈપણ નેટવર્ક પર અનલિમીટેડ STD અને LOCAL કોલ ફ્રિ આપવામાં આવશે. તે ઉપરાંત આ પ્લાનમાં રોમિંગ દરમિયાન પણ ફ્રી ઇનકમિંગ અને આઉટગોઈંગ કોલ આપવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે આ પ્લાનમાં દિવસ કે વીક માટે કોઈ જ લીમિટ રાખવામાં આવી નથી.

કંપનીનો બીજો પ્લાન 177 રૂપિયાનો છે. આ પ્લાનની વેલેડિટી 28 દિવસો સુધીની આપવામાં આવી છે. આ પ્લાનમાં તમને રોજ 1 જીબી ડેટા આપવામાં આવશે અને કોઈપણ નેટવર્ક પર અનલીમીટેડ કોલ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન