Vodafone offers 100% more data in 98 Prepaid data plan
  • Home
  • Corona live
  • આનંદો…આ ટેલિકોમ કંપનીએ આપી ગ્રાહકોને મોટી ભેટ! માત્ર રૂ.98માં 12 GB ડેટા, જાણો વિગત

આનંદો…આ ટેલિકોમ કંપનીએ આપી ગ્રાહકોને મોટી ભેટ! માત્ર રૂ.98માં 12 GB ડેટા, જાણો વિગત

 | 3:23 pm IST

મહામારી કોરોના વાયરસના કારણે હાલ દેશમાં લોકડાઉન છે. જેના કારણે લોકો ઘરમાં પૂરાયા છે. જો કે, લોકડાઉનના ચોથા તબક્કામાં સરકાર દ્વારા નવા નિયમો હેઠળ અમુક છૂટછાટ આપવામાં આવી છે. જેથી જનજીવન પાટા પર આવી રહ્યું છે. લોકડાઉન દરમિયાન લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધુ એક્ટિવ રહેવા લાગ્યા છે. તેથી ડેટાનો દૈનિક વપરાશ વધ્યો છે. ત્યારે આ સ્થિતિને જોતા ટેલિકોમ કંપની વોડાફોન તેના યુઝર્સ માટે એક ખાસ ઓફર લઈને આવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ વોડાફોન કંપનીએ તેના 98 રૂપિયાવાળા પ્રીપેડ પેકમાં મળી રહેલા ડેટામાં 100 ટકાનો વધારો કર્યો છે. હવે આ પ્લાનમાં યુઝર્સને 6GB વધુનો ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. વોડાફોનની વેબસાઇટ પર 98 રૂપિયાનો પ્લાન નવા ડેટા બેનિફિટ સાથે લિસ્ટ થઈ ચૂક્યો છે. કંપની આ પેકમાં હવે 12 જીબી હાઇ-સ્પીડ ડેટા આપી રહી છે. આ પહેલા પ્લાનમાં માત્ર 6 જીબી ડેટાની ઓફર હતી.

કંપનીની વેબસાઇટ પર આ પ્લાન ડેટા એડ ઓન સેક્શનમાં ઉપલબ્ધ છે. 25 દિવસની વેલિડિટી સાથે ઉપલબ્ધ આ પ્લાનને એક સ્ટેન્ડ અલોન પ્લાનની જેમ પણ ઉપયોગમાં લઈ શકાય છે. હવે આ પેકમાં યુઝર્સને કુલ 12 જીબી ડેટા મળશે. પ્લાનની વેલિડિટી હાલના પ્લાન જેટલી જ છે. જો કે, આ ઓફર હાલ અમુક સર્કલ માટે જ ઉપલબ્ધ છે. ત્યારે એવી અપેક્ષા છે કે કંપની જલ્દી આખા દેશમાં આ પ્લાનને ઉપલબ્ધ કરાવશે. પ્લાન અંગે સંપૂર્ણ માહિતી વોડાફોનની આધિકારી વેબસાઇટ પરથી લઈ શકાય છે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદમાં સસ્તા અનાજના દુકાનદારનો વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન