વોડાફોનની બંપર ઓફર, 4G સ્માર્ટફોનની ખરીદ પર મળશે આટલા રૂપિયાનું કેશબેક - Sandesh
NIFTY 10,378.50 -48.35  |  SENSEX 33,738.04 +-118.74  |  USD 64.9375 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • વોડાફોનની બંપર ઓફર, 4G સ્માર્ટફોનની ખરીદ પર મળશે આટલા રૂપિયાનું કેશબેક

વોડાફોનની બંપર ઓફર, 4G સ્માર્ટફોનની ખરીદ પર મળશે આટલા રૂપિયાનું કેશબેક

 | 1:40 pm IST

ટેલીકોમ ઓપરેટર વોડાફોન અને મોબાઈલ નિર્માતા ટેકનોએ ભાગીદારી કરી છે. આ ભાગીદારી અતર્ગત ટ્રાન્ઝિશન હોલ્ડિંગના ટેકનો 4G સ્માર્ટફોન ખરીદવા પર ગ્રાહકોને વોડાફોન 2,200 રૂપિયાનું કેશબેક ઓફર કરી રહી છે.

બંને કંપનીઓએ સુજાવ ભર્યું નિવેદન આપ્યું કે, ‘વોડાફોન ઇન્ડિયાએ મંગળવારે ટેકનો સાથે એક ભાગીદારી કરી છે. આ ભાગીદારી અતર્ગત ટેકનોની નવી કેમોન આઈ સિરીઝનો 4G મોબાઈલ ખરીદવા વાળા ગ્રાહકોને 2,200 રૂપિયાનું કેશબેક મળશે.

અ સિવાય, ટેકનો ગ્રાહકોને વોડાફોન પ્લેમાં 3 મહિનાની ઉમેદવારી પણ ફ્રી આપી છે. જોવા જઈએ તો ગ્રાહકો પાસે અનલીમીટેડ પ્રીમિયમ વીડિઓ કૉંન્ટેંટ એક્સેસ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

આ ઓફરનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોને 14 માર્ચ થી ૩૦ જૂન 2018ના વચ્ચે સ્માર્ટફોન ખરીદવો પડશે.

એક નિવેદનના આધારે, ‘વોડાફોનના વર્તમાન અને નવા પ્રીપેડ ગ્રાહકોએ 18 મહિના સુધી 150 રૂપિયાનું રીચાર્જ કરાવીને 900 રૂપિયાનું કેશબેક લઇ શકે છે. આ બાદ પછીના 18 મહિના સુધી 150 રૂપિયાનું રીચાર્જ કરાવીને 1,300 રૂપિયાનું કેશબેક લઇ શકે છે. ગ્રાહકોને કુલ 2,200 રૂપિયાનો ફાયદો થશે.

કેશબેકને ગ્રાહકના વોડાફોન એમ-પૈસા વોલેટમાં ક્રેડિટ કરવામાં આવશે. યાદ રાખજો કે આ ઓફર ટેકનો ‘i-series’ના 6,990 રૂપિયા થી 14,990 રૂપિયા વચ્ચે આવવાવાળા મોબાઈલ હેન્ડસેટ પર લાગુ પડશે.