Vodafone Rupess 16 Prepaid plan Launched with 1GB Data
  • Home
  • Technology
  • મોબાઈલ પર જોવી છે આખે આખી ફિલ્મ? તો કરો ‘ફિલ્મી રિચાર્જ પ્લાન’

મોબાઈલ પર જોવી છે આખે આખી ફિલ્મ? તો કરો ‘ફિલ્મી રિચાર્જ પ્લાન’

 | 8:15 pm IST

ટેલિકોમ ઓપરેટર વોડાફોને માત્ર 16 રૂપિયાનો ફિલ્મી રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 1 દિવસની રહેશે. આ પ્લાનમાં વપરાશકર્તાને 1GB (2G/3G/4G) ડેટા આપવામાં આવશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યૂઝર્સને તેમાં એસએમએસ કે પછી ટોક ટાઈમનો કોઈ જ લાભ નહીં મળે પણ આ રિચાર્જ બાદ વોડાફોન પ્રીપેડ યૂઝર્સ પોતાના સ્માર્ટફોન પર એક આખી ફિલ્મ જોઈ શકશે.

આવો જ પ્લાન આઈડિયા યૂઝર્સે પણ 16 રૂપિયા વાળો પ્લાન લોન્ચ કર્યો છે. આ ઉપરાંત વોડાફોનનો એક પ્લાન 29 રૂપિયાનો છે જેમાં યૂઝર્સને 500MB ડેટા, 47 રૂપિયાનો પ્લાન 1 જ દિવસ માટે 3GB ડેટા અને 92 રૂપિયાના પેકમાં પ્રતિ દિવસ 6GB ડેટા મળે છે.

ઉલ્લેખનીય છે કે, 500 રૂપિયાથી પણ ઓછાનું બેસ્ટ રિચાર્જ પ્લાન કરાવશો તો તેમાં 399 રૂપિયાનો પ્લાન મળશે, જેની વેલિડિટી 84 દિવસની રહેશે. આ પ્લાનમાં વોડાફોન દરરોજનો 1GB ડેટા આપશે. તેમાં અનલિમિટેડ લોકલ, STD અને રોજના 100 એસએમએસ મળે છે.

આ ઉપરાંત 255 રૂપિયાના પ્લાનમાં વપરાશકર્તાને રોજના 2 જીબી ડેટા, 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ પણ મળે છે. આ પ્લાન સાથે જ યૂઝર્સને મફતમાં વોડાફોન પ્લે એપનું સબ્સક્રિપ્શન પણ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન