Vomiting nausea occurs increases acid levels stomach ulcers, symptoms home remedies
  • Home
  • Featured
  • ઉલટી-ઉબકા વારંવાર આવે છે તો હોઇ શકે છે પેટમાં ચાંદા, જાણી લો અન્ય લક્ષણ અને ઉપાય

ઉલટી-ઉબકા વારંવાર આવે છે તો હોઇ શકે છે પેટમાં ચાંદા, જાણી લો અન્ય લક્ષણ અને ઉપાય

 | 8:26 am IST

પેટમાં અનેક પ્રકારની સમસ્યા ખાણી-પીણીની ગડબડીના કારણે થાય છે. તેમાથી એક છે પેટમાં અલ્સર થવાની સમસ્યા જે કેટલીક ખાણીપીણી જેમ કે મસાલેદાર, તીખું-તળેલું ભોજનના કારણે પણ થાય છે. તેનું મુખ્ય કારણ પેટમાં મળતા એસિડમાં થનારા પરિવર્તનને કારણે થાય છે. તેની સાથે-સાથે વધારે તળેલું, મસાલેદાર ખાવાનું કે ચા-કોફી લેવાથી પેટમાં એસિડના સ્તરને વધારે છે. જેનાથી પેટમાં અલ્સર એટલે કે ચાંદા વધી જાય છે.

પેટમાં ચાંદાની સમસ્યા થવા પર શરૂઆતમાં તેની તપાસ કરી આ સમસ્યાને આગળ વધતી રોકી શકાય છે. તેના લક્ષણોમાં એસિડિટી થવી, પેટ ફુલવું, ગેસ બનવો, ભોજન ન પચવું, ડાયેરિયા, કબજિયાત, ઉલટી, ઉબકા આવવા. તે સિવાય મસાલેદાર ખાવાથી પેટમાં એચ.પાયલોરી બેક્ટેરિયા વધી જાય છે. જેના કારણે ધીમે-ધીમે ચાંદાની સમસ્યા વધી જાય છે. લોહીની ઉલટી કે કલાકો કે દિવસ પહેલાનું ખાધેલું ભોજન ઉલટીમાં નીકળવું અથવા તેના ઉબકા આવે છે. તો આ ચાંદા ગંભીર લક્ષણ છે. અસામાન્ય રીતે કમજોરી કે ચક્કર આવે છે. મળમાં લોહી આવે છે. અચાનક તેજ દુખાવો થાય છે દવા લેવાથી પણ તે દૂર થતો નથી અને પીઠમાં દુખાવો થયા કરે છે. સતત વજન ઓછું થવા લાગે છે તો આ લક્ષણ પેપ્ટિક અલ્સરના સંકેત છે.

જેના ઉપચાર માટે અમે કેટલીક ટિપ્સ તમારી સાથે શરે કરીશું જેનાથી તમને થોડીક રાહત મળી શકે, પરંતુ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

– આ સમસ્યા માટે ફુદીનાને રામબાણ ઇલાજ માનવામાં આવે છે. ફુદીનો પેટને ઠંડુ રાખે છે. તેને પાણીમાં ઉકાળીને કે મિન્ટ ટી તરીકે સેવન કરી શકો છો.

– તે સિવાય પેટના સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ માનવામાં આવતા અજમાનું સેવન પણ કરી શકો છો. અજમો પેટને હળવું રાખે છે અને દુખાવાથી પણ રાહત અપાવે છે.

આ પણ જુઓ :બગલામુખી મંદિરના કહેવાતા ગુરુની છેતરપિંડીનો પર્દાફાશ NEW

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન