હિમાચલ વિધાનસભાની ચૂંટણીમાં બે વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન, ભાજપ-કોંગ્રેસની અગ્નિ પરીક્ષા - Sandesh
  • Home
  • India
  • હિમાચલ વિધાનસભાની ચૂંટણીમાં બે વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન, ભાજપ-કોંગ્રેસની અગ્નિ પરીક્ષા

હિમાચલ વિધાનસભાની ચૂંટણીમાં બે વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન, ભાજપ-કોંગ્રેસની અગ્નિ પરીક્ષા

 | 8:35 am IST

હિમાચલ પ્રદેશ વિધાનસભાની 68 બેઠકો માટે આજે સવારે આઠ વાગે મતદાનનો આરંભ થઈ ગયો છે. મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે. ચૂંટણીને અનુલક્ષી સમગ્ર રાજ્યમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચૂંટણીમાં ભાજપ વતી પૂર્વ મુખ્યપ્રધાન પ્રેમસિંહ ધુમલ અને કોંગ્રેસના વર્તમાન મુખ્યપ્રધાન વીરભદ્રસિંહ વચ્ચે સીધેસીધી ટક્કર છે. રાજ્યમાં પ્રથમવાર મતદાન માટે વીવીપેટનો ઉપયોગ કરાઈ રહ્યો છે. રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધીમાં 13.72 ટકા અને બે વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન થયું છે.

રાજ્ય વિધાનસભાની કુલ 68 વિધાનસભાની બેઠક માટે 337 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આ પૈકી 138 પુરુષ અને 19 મહિલા ઉમેદવારો વિધાનસભા પ્રવેશ માટે ભાગ્ય અજમાવી રહ્યા છે. રાજ્યમાં કુલ 50,25,941 મતદારોમાં પુરુષ મતદારો 25,68,761 અને મહિલા મતદારો 24,57,166 છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન અગાઉ જોરદાર મતદાન કરવાનો અનુરોધ કર્યો છે. વડાપ્રધાને ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે આજે દેવભૂમિ હિમાચલમાં મતદાનનો દિવસ છે. મારી વિનંતી છે કે બધા મતદાતા લોકતંત્રના પર્વમાં ભાગ લે અને મોટી સંખ્યામાં મતદાન કરે.

હિમાચલ પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી પુષ્પેન્દ્ર રાજપૂતે જણાવ્યું હતું કે નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે બંધી જ તૈયારી પૂર્ણ કરાઈ છે. સવારે આઠ વાગે શરૂ થયેલ મતદાન સાંજ પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે.

વિધાનસભાની 68 બેઠકો માટેની ગત ચૂંટણીમાં કોંગ્રેસને 36, ભાજપને 26 અને અન્યને છ બેઠકો મળી હતી. આ સાથે રાજ્યમાં કોંગ્રેસે સરકારની રચના કરી હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધીમાં 13.72 અને બે વાગ્યા સુધીમાં 54  ટકા મતદાન થયું છે. મુખ્યપ્રધાન વિરભદ્રસિંહ અને તેમના પુત્ર વિક્રમાદિત્યએ સિમલામાં તેમના મતાધિકારનો ઉપયોક કર્યો હતો.

ભાજપના મુખ્યપ્રધાનપદ માટેના ઉમેદવાર પ્રેમકુમરા ધુમલે હમીરપુરમાં મતદાન કર્યા પછી  જણાવ્યું હતું કે ભાજપના 50 કરતાં વધારે બેઠકો મળશે. જોકે સમાજના બધા જ વર્ગોના પ્રચંડ સમર્થનને ધ્યાનમાં લેતાં અમને 60 કરતાં પણ વધારે બેઠકો મળવાની શક્યતા છે. ચૂંટણી પ્રચાર વેળા અમે સમગ્ર રાજ્યનો પ્રયાસ કર્યો હતો અને અમને લોકોએ જોરદાર ટેકો આપ્યો છે. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે કોંગ્રેસે રાજ્યમાં લૂંટ ચલાવી હતી. જ્યારે ભાજપ રાજ્યમાં વિકાસ કરશે