votinground3-pm-modi-meets-mother-heeraben-gets-chundadi
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : માતા હીરાબાએ પુત્ર નરેન્દ્ર મોદીને ભેટમાં શું શું આપ્યું?

Video : માતા હીરાબાએ પુત્ર નરેન્દ્ર મોદીને ભેટમાં શું શું આપ્યું?

 | 8:31 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતેના રાયસણ ખાતે માતા હીરાબાને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. અહીં વડાપ્રધાને ચરણ સ્પર્શ કરીને માતા હીરાબાના આશિર્વાદ લીધા હતાં. હીરાબાએ પુત્ર નરેન્દ્ર મોદીને કપાળે કંકુનો ચાંદલો કર્યો હતો. ત્યાર બાદ હીરાબાએ નરેન્દ્ર મોદીને મોં મીઠું કરાવ્યું હતું. સાથે જ હીરાબાએ નરેન્દ્ર મોદીને એક ભેટ આપી હતી.

હીરાબાએ વડાપ્રધાનને આપેલી ખાસ ભેટ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ભેટ શું છે તે જાણવા લોકોમાં ભારે ઉત્સુકતા જાગી હતી. હીરાબાએ તેમના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશિર્વાદની સાથો સાથ માતાજીની ચૂંદડી ભેટમાં આપી હતી. જેને વડાપ્રધાને માથે ચડાવીને તેનો સહર્ષ સ્વિકાર કર્યો હતો. આ ઉપરાંત હીરાબાએ નરેન્દ્ર મોદીને શ્રીફળ પણ ભેટમાં આપ્યું હતું. સાથે જ હીરાબાએ પુત્ર નરેન્દ્રને 501 રૂપિયા પણ સુકન તરીકે આપ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન