VR ડિસ્ટ્રેક્શન થેરાપી જે બગાડતું, એ જ બચાવતું! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • VR ડિસ્ટ્રેક્શન થેરાપી જે બગાડતું, એ જ બચાવતું!

VR ડિસ્ટ્રેક્શન થેરાપી જે બગાડતું, એ જ બચાવતું!

 | 12:30 am IST
  • Share

ટેક્નોલોજી બેધારી તલવાર જેવી છે. જે ટેક્નોલોજી બાળકને બગાડી શકે છે, એ જ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બાળકને અનેક શારીરિક પીડાઓમાંથી મુક્તિ પણ આપી શકાય છે! આ સમજવા માટે તમારે ‘ફઇ ડિસ્ટ્રેક્શન થેરાપી’ વિશે જાણવું પડે.

વિખ્યાત પેકાર્ડ કંપની બાળરોગીઓની સારવારમાં સહાયભૂત થઇ શકે એવી ટેક્નોલોજીઝ પર કામ કરતી રહે છે. ઇ.સ. ૨૦૧૫માં પેકાર્ડ કંપનીએ Children’s Childhood Anxiety Reduction through Innovation and Technology પ્રોગ્રામ લોન્ચ કરેલો. આ પ્રોગ્રામ ટૂંકમાં CHARIOT તરીકે ઓળખાય છે. નામ પ્રમાણે જ આ પ્રોજેક્ટનો મૂળ હેતુ બાળકોની બેચેની, વ્યગ્રતા કે કોઈ પણ પ્રકારની અસ્વસ્થતાને ટેક્નોલોજીની મદદથી કાબૂમાં રાખવાનો છે. અહીં પ્રશ્ન એ થાય કે આવું કઈ રીતે શક્ય બને? આનો જવાબ આપણા ધારવા કરતાં ઘણો સરળ અને ‘હાથવગો’ છે.

તમે નાના બાળકના હાથમાં મોબાઈલ આપો તો શું થાય? બાળક મોબાઈલમાં એવું પરોવાઈ જાય કે એને આજુબાજુની દુનિયાની સૂધ જ ન રહે. આ જ કારણસર આજકાલનાં મા-બાપ સંતાનોના કકળાટથી બચવા માટે એમના હાથમાં મોબાઈલ પકડાવી દે છે. (અને પાછળથી પેટ ભરીને પસ્તાય છે.) અહીં મૂળ જે શબ્દ સમજવા જેવો છે, તે છે ‘એન્ગ્ઝાઇટી.’ આ શબ્દના ગુજરાતી અર્થ તરીકે તમને અસ્વસ્થતા, બેચેની, વ્યગ્રતા વગેરે શબ્દો મળશે. એ સાથે જ એન્ગ્ઝાઇટી માટે એક સમાનાર્થી શબ્દ છે ‘ઉત્કંઠા’. બાળક વ્યગ્ર હોય ત્યારે ઉત્પાત મચાવે છે, પણ એની વ્યગ્રતાને ઉત્કંઠા તરફ્ વાળવામાં આવે, એટલે કે એની એન્ગ્ઝાઇટીનું સ્વરૃપ બદલવામાં આવે, તો પેલું કકળાટિયું બાળક અચાનક શાંત થઈને પોતાની ઉત્કંઠા સંતોષવામાં પરોવાઈ જશે. પહેલાંના જમાનામાં ઘોડિયા પર બાંધવામાં આવતો ઘૂઘરો કે આધુનિક સમયનો મોબાઈલ આવાં જ ઉત્કંઠા જગાડનારાં અને બાળકને બિઝી રાખનારાં સાધનો છે.

આ સાઇકોલોજીનો ઉપયોગ કરીને પેકાર્ડ કંપની એવું કશુંક કરવા માંગે છે, જેનાથી બીમાર બાળકોની સારવાર સરળ બને. તમે અનુભવ્યું હશે કે નાના બાળકને ઇન્જેક્શન મૂકવાનું હોય તો કકળાટ કરી મૂકે. આ તો સામાન્ય બાબત છે, પરંતુ બીજી ઘણી એવી બીમારીઓ છે, જેની સારવાર બાળક માટે બહુ પીડાદાયક હોય છે. આથી આવી સારવાર સમયે બાળકનું ધ્યાન પીડાને બદલે બીજે કશેક કેન્દ્રિત થાય એ બહુ જરૃરી હોય છે. પેકાર્ડે આ માટે ઝ્રઁછઇૈંર્ં્ પ્રોજેક્ટ હેઠળ ‘બેડસાઈડ એન્ટરટેઈનમેન્ટ એન્ડ રિલેક્સેશન થિયેટર – મ્ઈઇ્’ સિસ્ટમ વિકસાવી છે. નામ મુજબ આ સિસ્ટમ દ્વારા ખાટલામાં સૂતેલું બાળક પણ જાણે હોમ થિયેટરની રિક્લાઈનર ચેરમાં બેઠું હોય એ રીતે ભરપૂર મનોરંજન મેળવી શકે છે. ૨૦૧૭માં કંપનીએ ‘સેવો ધી ડ્રેગન’ નામની એક વીડિયો ગેમ લોન્ચ કરેલી. જેમને મોઢા પર માસ્ક પહેરાવીને દવા આપવી પડતી હોય એવાં બાળકોનેય આંખો પર મ્ઈઇ્ સ્ક્રીન લગાવીને આ વીડિયો ગેમ રમાડી શકાતી હતી. આવું કરવાથી માસ્ક વાટે જે દવા શરીરમાં જતી હતી, એ તરફ્ બાળકનું ધ્યાન જ ન જાય!

એ ગેમની સફ્ળતા બાદ હવે કેટલાક સોફ્ટવેર એન્જિનિયર્સ એવું વર્ચ્યુઅલ રિયાલિટી કન્ટેન્ટ તૈયાર કરી રહ્યાં છે, જે ખાસ બાળકો માટે જ ડિઝાઈન કરવામાં આવ્યું હોય. ‘સ્પેસબર્ગર’ નામની વીડિયોગેમ આવું જ એક કન્ટેન્ટ છે. સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયેલાં બાળકોની આંખો પર મ્ઈઇ્ સ્ક્રીન લગાડીને આ ગેમ રમાડવામાં આવે છે. ખાટલામાં સૂતેલું બાળક અવકાશમાં ઊડતા હોવાનો અનુભવ કરે છે અને હવામાં તરતા બર્ગર્સ ‘લૂંટી’ શકે છે! આ બધામાં પરોવાયેલું બાળક એના હાથ કે પગમાં ઘોંચાતી સોય કે બીજી પીડાદાયક ટ્રીટમેન્ટને ઘણે અંશે ઇગ્નોર કરી જાય છે!

પીડા અને એન્ઝાઇટી ઉપર ફઇની અસર કેટલી?   નિષ્ણાતો હવે એ જાણવાની કોશિશ કરે છે કે સારવાર હેઠળ રહેલી વ્યક્તિની પીડા અને ઉત્કંઠા ઉપર વર્ચ્યુઅલ રિયાલિટી (ફઇ) કેટલી હદે અસર કરી શકે છે! એ વિશે સ્ટેનર્ફ્ડ યુનિર્વિસટીએ એક દાખલો પબ્લિશ કરેલો, એ જુઓ. માત્ર નવ વર્ષની ઉંમરના બ્લેન બેકસ્ટર નામના છોકરાને હાથમાં ગંભીર ઇજા થઇ. રોજેરોજ ડોક્ટર્સ દ્વારા થતું ડ્રેસિંગ બ્લેન માટે પીડાદાયક બની રહેતું. બ્લેનને એટલી પીડા થતી કે ડોક્ટર્સે ડ્રેસિંગ કરવા માટે પણ એને ઘેનની દવા આપવી પડતી હતી! પણ જ્યારથી એને મ્ઈઇ્નાં ગોગલ્સ પહેરાવીને ડ્રેસિંગ કરવાનું શરૃ કર્યું, ત્યારથી બ્લેન ઊલટાનો આનંદમાં રહેવા માંડયો. એક તરફ્ ડ્રેસિંગની પીડાદાયક પ્રક્રિયા ચાલુ હોય, ત્યારે ખાસ પ્રકારનાં ગોગલ્સ પહેરીને બ્લેન વર્ચ્યુઅલ રિયાલિટીને પ્રતાપે કોઈ જુદી જ દુનિયામાં વિહરતો! આમ, ફઇ ટેક્નોલોજીની મદદથી એની પીડા અને વ્યગ્રતાનું પોઝિટિવ ઉત્કંઠા-આશ્ચર્ય-આનંદમાં રૃપાંતર થયું!

નિષ્ણાતો આ ટ્રીકને ફઇ ડિસ્ટ્રેક્શન થેરાપી તરીકે ઓળખે છે, જે પીડામાં રહેલા બાળકનું ધ્યાન ભટકાવીને એના મનમાં વ્યગ્રતાને બદલે આનંદ-ઉત્કંઠાથી ભરી દે છે! નિષ્ણાતો કહે છે કે માત્ર ૬ વર્ષની ઉંમરના બાળકને પણ કઠિન કે પીડાદાયક માંદગી સમયે ફઇ ડિસ્ટ્રેક્શન થેરાપી આપી શકાય છે.  વીડિયોગેમ્સ કે વર્ચ્યુઅલ રિયાલિટીમાં ખોવાઈ જનારાં બાળકોની આંખ, વિચારશક્તિ વગેરે પર અનેક દુષ્પ્રભાવ જોવા મળે છે, એ જાણીતી વાત છે. બીજી તરફ્ આ જ વર્ચ્યુઅલ રિયાલિટીના પ્રતાપે હવે બાળકોને પીડામાંથી ઘણે અંશે મુક્તિ અપાવવાનું પણ શક્ય બનશે! જે બગાડતું, એ જ બચાવતું  એમ કહીએ તો ખોટું નથી!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન