Vrindavan : PM Narendra Modi Serves 3 Billionth Meal During Akshaya Patra Foundation Programme
  • Home
  • Featured
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના હાથે બાળકોને જમાડ્યા, જુઓ Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના હાથે બાળકોને જમાડ્યા, જુઓ Video

 | 3:59 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૃંદવનના ચક્રોદય મંદિરમાં એક કાર્યક્રમ દરમિયાન શાળાના ગરીબ બાળકોને ભોજન પીરસ્યું હતું. અક્ષયપાત્ર ફાઉંડેશનનો આ કાર્યક્રમ ખાસ તો મહત્વનો એટલે હતો કારણ કે, વડાપ્રધાને અહીં શાળાના બાળકોને 300 કરોડમી થાળીમાં ભોજન પીરસ્યું હતું.

અક્ષયપાત્ર ફાઉંડેશન એક એનજીઓ છે જે સરકારી શાળાઓમાં ચાલતી મિડ-ડે મીલ યોજનામાં સરકાર સાથે મળીને કામ કરે છે. આ સંસ્થાની સ્થાપાન વર્ષ 2000માં થઈ હતી. આ ફાઉંડેશન 12 રાજ્યોના 14702 શાળાઓમાં 10 લાખ 60 હજાર બાળકોને ભોજન પુરૂ પાડે છે. આ ઘટનાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર ટ્વિટર એકાઉંટ પરથી એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં તેઓ જાતે જ બાળકોને ભોજન પીરસી રહ્યાં છે.

2016માં અક્ષયપાત્ર ફાઉંડેશનને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની હાજરીમાં 200 કરોડમી થાળી જમાડવામાં આવી હતી. 24 ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન અક્ષયપાત્ર ફાઉંડેશનનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે અક્ષયપાત્ર એક સામાજીક સ્ટાર્ટઅપ છે જે હવે શાળાના બાળકોને ભોજપ પુરૂ પાડવાની મૂહિમમાં ફ્ફેરવાઈ ગયું છે.

આ ભોજન પીરસ્યા બાદ વૃંદાવનમાં એક રેલીને સંબોધતા વડાપ્રધાને ગાયને ભારતની પરંપરા અને સંસ્કૃતિનો હિસ્સો ગણાવતા કહ્યું હતું કે, અમારી સરકારે ગૌ અને ગૌવંશના સ્વાસ્થ્યમાં સુધાર માટે અનેક પગલા ભર્યા છે. ગાય ગ્રામીણ અર્થવ્યવસ્થાનો પણ મહત્વનો ભાગ છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, અમે ગૌમાતાનું ઋણ ના ચુકવી શકીએ. ગાય ભારતની પરંપરા અને સંસ્કૃતોનો મહત્વનો ભાગ છે. વડાપ્રધાને કહ્યું હતું કે, તેમની સરકારે રાષ્ટ્રીય ગોકુળ મિશનની શરૂઆત પણ કરી છે. કેન્દ્રીય બજેટમાં તેમની સરકારે ‘રાષ્ટ્રીય કામધેનુ આયોગ’ ઉભુ કરવા માટે 500 કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે.