vrushti-Shivam Missing Case Comes A New Turn, vrushti Mother Reveals Shocking
  • Home
  • Ahmedabad
  • વૃષ્ટિ-શિવમ મિસિંગ કેસમાં આવ્યો નવો વળાંક, વૃષ્ટિની માતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

વૃષ્ટિ-શિવમ મિસિંગ કેસમાં આવ્યો નવો વળાંક, વૃષ્ટિની માતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

 | 4:15 pm IST

નવરંગપુરાની વસંતવિહાર સોસાયટીના હાઇપ્રોફાઇલ મિસિંગ કેસના પાત્રો વૃષ્ટિ અને શિવમ વોક વેથી કઈ તરફ ગયા તે સ્પષ્ટ થતું નથી. બીજી બાજુ રેલવેસ્ટેશનના પ્લેટફોર્મ નં-11 અને 12નું રિનોવેશન કામ ચાલતુ હોવાથી સીસીટીવી ફૂટેજ પોલીસને કેમેરા બંધ હોવાથી મળી શક્યા નથી. ત્યારે આ કેસમાં ફરી એકવખત ત્યારે વળાંક આવ્યો જ્યારે વૃષ્ટિની માતાને એક Email આવ્યો.

વૃષ્ટી સાથે એવી શું ઘટના બની હતી કે તેણે ફોનના બદલે ઇ-મેલ કર્યો? શિવમ બાબતે કેમ કોઈ ઉલ્લેખ નહીં? એવી શું વાત હતી કે વૃષ્ટીને ન્યાય મળી રહ્યો ન હતો? આ તમામ મુદ્દાઓએ પોલીસનું અને પરિવારજનોનની ચિંતા વધારી દીધી હતી પરંતુ હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. વૃષ્ટિના પરિવારજદનોનું કહેવું છે કે, વૃષ્ટિએ Email કર્યો નથી. તમને જણાવી દઇએ કે, આ પહેલા માતાને વૃષ્ટિનો ઈ-મેઈલ મળ્યાનો પોલીસે દાવો કર્યો હતો. જોકે, પરિવારના આ દાવા બાદ હવે પોલીસ વધુ મૂંઝવણમાં મુકાઈ ગઇ છે. ઈ-મેઈલ કોણે કર્યો તેને લઈને તપાસ ચાલુ કરી દેવમાં આવી છે. અગાઉ પરિજનોએ CCTV સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. ઉલ્લેખનિય છે કે, ગુમ થયાના 7 દિવસ બાદ વૃષ્ટિના નામે ઈ-મેઈલ મળ્યો હતો.

વૃષ્ટીએ ઇ-મેલમાં માતાને શું લખ્યું છે?

હેલો મમ, તમે મારી ખૂબ ચિંતા કરી રહ્યા છો તેનો સૌ પહેલા હું માફી માંગું છું. આવું કરવાનો મારો કોઈ ઈરાદો ન હતો. તમને દુઃખ પહોંચ્યું છે તેની હું માફી માંગું છું. એવી અમુક વસ્તુ હતી જેની સાથે હું રહી શકું તેમ ન હતી. તમે જ્યારે ગયા હતા ત્યારે મને એક ખૂબ આધ્યાત્મિક અનુભવ થયો હતો, આ વાત મેં તમને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ અનુભવને કારણે મારે આવું પગલું ભરવું પડ્યું છે. હું તમને ઇ-મેલ કરીને કહેવા માંગું છું કે હું એકદમ બરાબર છું. મને નોકરી મળી ગઈ છે. મારા દરેક પગલે પપ્પાનો મને સાથ છે. મા, હું તમને ખૂબ પ્રેમ કરું છું. મને ખબર છે કે મારા ઘર છોડી જવાથી તમને ખૂબ દુઃખ થયું છે. પરંતુ મને ખબર છે કે એક દિવસ તમે આ વાત સમજી શકશો.

આ વીડિયો પણ જુઓ : 150 દલિતો દ્વારા બૌદ્ધ ધર્મ અંગીકા કર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન