VS hospital in Ahmedabad of Strange case
  • Home
  • Ahmedabad
  • ‘ગુદા માર્ગેથી ઘૂસાડેલી બોટલ પેટમાં પહોંચી, 500 MLની બોટલનું V.S.એ ઓપરેશન કરીને રચ્યો ઇતિહાસ’

‘ગુદા માર્ગેથી ઘૂસાડેલી બોટલ પેટમાં પહોંચી, 500 MLની બોટલનું V.S.એ ઓપરેશન કરીને રચ્યો ઇતિહાસ’

 | 10:51 am IST

શહેરની વીએસ હોસ્પિટલમાં એક અજીબ કિસ્સો તાજેતરમાં આવ્યો હતો.જેમાં ધોળકાથી ઈમરજન્સી એક દર્દી આવ્યો હતો. જેના પેટનો ભાગ અતિશય ફૂલી ગયેલો હતો. જેથી તબીબોએ તાકીદે એકસ-રે કરાવતા પેટમાં ફોરેન બોડી (પ્લાસ્ટિકની બોટલ) હોવાનું બહાર આવ્યું હતું. તે વખતે તબીબોએ તાકીદે દર્દીને ઓપરેશન થિયેટરમાં લઈ જઈ બોટલ બહાર કાઢી હતી.

બાદમાં દર્દીએ તબીબને જણાવ્યું હતું કે, અન્ય લોકો દ્વારા જબરદસ્તીથી ગુદાના માર્ગેથી પાણી ભરેલી ૫૦૦ એમએલની બોટલને ઘુસાડી દીધી હતી. જે બોટલ છેક આંતરડા સુધી પહોંચી ગઈ હતી.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ધોળકામાં રહેતા આધેડવયના પુરુષને ઈમરજન્સી વીએસ હોસ્પિટલમાં તાજેતરમાં લાવવામાં આવ્યા હતા. દર્દીનું પેટ અતિશય ફુલેલું હતું. એટલે ઈમજરન્સીમાં એકસ-રે પાડવામાં આવ્યો હતો. આ વખતે એકસ-રે માં પ્લાસ્ટિકની બોટલ દેખાતા તાકીદે ઓપરેશન કરવાનું નક્કી કર્યુ હતું. તબીબે ટીમ બનાવીને તુરત દર્દીનું ઓપરેશન કરતા આંતરડાના ભાગથી પ્લાસ્ટિકની બોટલ કાઢી હતી. દર્દીના ડુટી નીચે 15 CMનો ચેકો મુકયો હતો, બાદમાં મોટું આંતરડું બહાર કાઢી આંતરડાં ઉપર 25 CMનો ચેકો મુકી પાણી ભરેલી બોટલ કાઢી હતી.

દર્દીએ તબીબ સામે લખાવેલ હિસ્ટ્રીમાં જણાવ્યું કે, તેની સાથે જબરદસ્તી કરીને ગુદાના ભાગેથી પાણીની 500 MLની બોટલ ઘુસાડવામાં આવી હતી. જો કે, એકાદ દિવસ બાદ દર્દીએ ફેરવી તોળીને તબીબને કહ્યું હતું કે, તેને આંનદ ખાતર આ કૃત્ય કર્યું હતું. તબીબે પહેલા ગુદાના ભાગેથી પ્લાસ્ટીકની બોટલ કાઢવા પ્રયાસ કર્યો હતો.

પરંતુ સ્નાયુઓ સંકોચાઈ ગયા હોવાથી પેટમાં ચેકો મુકીને ઓપરેશન કરવાની ફરજ પડી હતી. તબીબે આ ઘટના મેડિકોલિગલ હોવાથી બોટલને ફોરેન્સિક તપાસ માટે ગાંધીનગર મોકલી હોવાનું જાણવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન