આ છે દેશનું સૌથી VVIP ઝાડ, દેખભાળ પર ખર્ચ થાય છે લાખો રૂપિયા, જાણો કેમ - Sandesh
NIFTY 10,480.60 +21.95  |  SENSEX 34,192.65 +91.52  |  USD 65.2025 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • આ છે દેશનું સૌથી VVIP ઝાડ, દેખભાળ પર ખર્ચ થાય છે લાખો રૂપિયા, જાણો કેમ

આ છે દેશનું સૌથી VVIP ઝાડ, દેખભાળ પર ખર્ચ થાય છે લાખો રૂપિયા, જાણો કેમ

 | 3:40 pm IST

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને વિદિશા વચ્ચે સલામતપુરની પહાડી પર એક ઝાડ છે જે કદાચ દેશનું પહેલવહેલુ એવું વીઆઈપી ઝાડ હશે જેના માટે 24 કલાક ગાર્ડ્સ ચોકીપહેરો કરે છે. તેના માટે ખાસ એક ટેન્કરની પણ વ્યવસ્થા કરેલી છે. સો એકરની પહાડી પર લોખંડની લગભગ 15 ફૂટ ઊંચી જાળીની અંદર આ વીવીઆઈપી બોધિ વૃક્ષ છે. 24 કલાક તેની સુરક્ષા તથા દેખભાળ માટે ચાર હોમગાર્ડ્સ તૈનાત છે.

એનડી ટીવીના અહેવાલ મુજબ ઝાડને બિમારીથી બચાવવા માટે કૃષિ વિભાગના અધિકારીઓ દર અઠવાડિયે મુલાકાત લે છે. આ બધુ જિલ્લા કલેક્ટરની દેખરેખમાં થાય છે. ઝાડને પાણીની અછત ન પડે તે માટે ટેન્કરની વ્યવસ્થા પૂરી પડાઈ છે. સમગ્ર વિસ્તારને બૌદ્ધિસ્ટ સર્કિટ તરીકે વિક્સીત કરવામાં આવી રહ્યું છે.

શું રહસ્ય છે આ ઝાડનું?

21 સપ્ટેમ્બર 2012ના રોજ શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષે બોધિ વૃક્ષ રોપ્યું હતું. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે તેનું ખુબ જ મહત્વ છે. બૌદ્ધ ધર્મગુરુ ચંદ્રરતને કહ્યું કે તથાગત બુદ્ધે બોધગયામાં આ જ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું. ભારતથી સમ્રાટ અશોક આ ઝાડની કલમ શ્રીલંકા લઈ ગયા હતાં અને અનુરાધાપુરમમાં લગાવી હતી. તેને જ સાંચી બૌદ્ધ વિશ્વવિદ્યાલયની જમીન પર લગાવવામાં આવી.

આ ઝાડનું એક પણ પાંદડુ સૂકાય તો પ્રશાસન હાફળું ફાંફળુ બની જાય છે. ઝાડ સુધી પહોંચવા માટે ભોપાલ-વિદિશા હાઈવેથી પહાડી સુધી પાકો રસ્તો પણ બનાવવામાં આવ્યો છે. ઝાડની દેખરેખમાં દર વર્ષે લગભગ 12-15 લાખ રૂપિયા ખર્ચાય છે. અત્રે જણાવવાનું કે જે રાજ્યમાં દેવાના બોજથી દબાયેલા 51 ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે અને જે વિશ્વવિદ્યાલયના નામ પર બોધિ વૃક્ષ રોપાયું, પાંચ વર્ષ પછી તેની બાઉન્ડ્રી પણ તૂટી ગઈ છે. યુનિવર્સિટીને લગભગ 20 લાખ રૂપિયા ભાડુ આપીને ખાનગી મકાનમાં ચલાવાય છે.