માત્ર ગરમી જ નહીં આ કારણોસર પણ EVM અને વીવીપેટ ખોટકાયાં હતાં : ચૂંટણી પંચ - Sandesh
NIFTY 11,440.70 +84.95  |  SENSEX 37,894.21 +249.31  |  USD 69.8925 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • માત્ર ગરમી જ નહીં આ કારણોસર પણ EVM અને વીવીપેટ ખોટકાયાં હતાં : ચૂંટણી પંચ

માત્ર ગરમી જ નહીં આ કારણોસર પણ EVM અને વીવીપેટ ખોટકાયાં હતાં : ચૂંટણી પંચ

 | 8:18 pm IST

ચૂંટણી પંચે તાજેરની પેટાચૂંટણીમાં વીવીપેટ મશીન ખોરવાયાને મુદ્દે અહેવાલ જારી કરતાં જણાવ્યું છે કે ગોંદિયા અને કૈરાના બેઠક માટેની પેટચૂંટણીમાં કાળઝાળ ગરમી અને અનાડી સ્ટાફને કારણે વીવીપેટ મશીનો ખોટકાયા હતા. પંચે જણાવ્યું છે કે હાલમાં નિર્મત આ મશીનનો ખૂબ જ વધુ પડતા પ્રકાશથી બચાવવા જરૂરી હોય છે.

10 રાજ્યોની અલગ અલગ બેઠકો પર વીતેલા મહિનામાં 28 તારીખે પેટાચૂંટણી યોજાઈ હતી. પેટાચૂંટણી દરમિયાન અનેક મતદાન કેન્દ્રો વીવીપેટ મશીન ખોટવાયા હોવાની ફરિયાદ મળી હતી. ખાસ કરીને ઉત્તર પ્રદેશની ગોંદિયા અને મહારાષ્ટ્રની કૈરાના બેઠક પર આવી ફરિયાદ ઊઠી હતી. કૈરાના બેઠક પર 20.8 અને ગોંદિયા બેઠક પર 19.22 ટકા વીવીપેટ મશીન બદલવા પડયા હતા.

વીવીપેટ મશીન ખોટકાયા હોવાની ફરિયાદો મળતાં ચૂંટણી પંચે તે ઘટના અંગે તપાસ કરાવી હતી. તપાસમાં એ હકીકત સામે આવી છે કે જે મશીનનો ઉપયોગ પહેલીવાર થયો હતો તે જ વધુ સંખ્યામાં ખોટકાયા હતા. પેટાચૂંટણીમાં અંદાજે 4,000 નવા વીવીપેટ મશીનનો ઉપયોગ થયો હતો. હવે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગના વીવીપેટને ખૂબ તડકામાં મૂકી દેવામાં આવ્યા હોવાથી ખોટકાયા હતા. મશીન બનાવનારી કંપની પહેલેથી જ આ બાબતની ચેતવણી આપી ચૂકી છે. અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વીવીપેટ મશીન જાળવણીની જવાબદારી એવા કર્મચારીને સોંપવામાં આવી હતી કે જે અનાડી હતા. તેઓ આ મશીનની જાળવણી અંગેના નિયમો જાણતા નહોતા. ચૂંટણી પંચ હવે પેટાચૂંટણી સમયે ખોટકાયેલા તમામ વીવીપેટ મશીનની તપાસ કરશે.

ઉલ્લેખનીય છે કે કૈરાના સંસદીય બેઠકના 73 મતદાન કેન્દ્રો પર પુનઃ મતદાનનું આયોજન થયું હતું. મહારાષ્ટ્રની ભંડારા ગોંદિયા બેઠકના 39 મતદાન કેન્દ્રો પર વીવીપેટ મશીન ખોટવાતાં ત્યાં પણ પુનઃ મતદાન થયું હતું.