#WATCH : Huge Ice Disk In Westbrook At America, Look Like Alien Creation
  • Home
  • Featured
  • Video: શું એલિયન્સ ધરતી પર ઉતરી ગયા? અહીં અચાનક બની જબરદસ્ત મોટી આઇસ પ્લેટ

Video: શું એલિયન્સ ધરતી પર ઉતરી ગયા? અહીં અચાનક બની જબરદસ્ત મોટી આઇસ પ્લેટ

 | 11:18 am IST

અમેરિકાના વેસ્ટબ્રુકમાં વહેતી એક નદીમાં ખૂબ જ મોટી બરફની પ્લેટ (આઇસ ડિસ્ક) બની રહી છે. આ આઇસ ડિસ્ક સાઇઝમાં અંદાજે 298 ફૂટ પહોળી છે. તેને લઇ અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે શું આ એલિયન્સ માટે એક લેન્ડિંગ ઝોન બન્યું છે? એવું કહેવાય છે કે નદીમાં થયેલ આ ખાસ ફેરફાર એક એલિયન સ્પેસક્રાફ્ટ, એક કેરસેલ અને એક ચાંદના લીધે થઇ શકે છે.

રિસર્ચર્સનું માનવું છે કે આઇસ ડિસ્ક પાણીના તાપમાનમાં થયેલ ફેરફારના લીધે બની છે. તેના લીધે પાણીની અંદર એક ભંવર બની ગઇ છે. આ આઇસ ડિસ્ક ધીમે-ધીમે કાઉન્ટરસ-ક્લોકવાઇસ ફરી રહી છે. તેના કિનારે બતકોને જોઇ શકાય છે. ખાસ વાત એ છે કે નદીમાં આ આઇસ ડિસ્કને જોવા માટે ઘણા લોકો એકત્ર થઇ ગયા છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ આઇસ ડિસ્ક અસામાન્ય છે પરંતુ આ કુદરતી પણ છે. આવું ત્યારે થાય છે જ્યારે બરફનો એક ટુકડો ટૂટીને અલગ થઇ જાય છે અને ફરવા લાગે છે. જેવો તે ફરે છે તો કિનારા અને પાણી સાથે ટકરાય અને તેની કિનારીઓ ફરે છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમણે પહેલાં પણ આઇસ ડિસ્ક જોઇ છે, પરંતુ આટલી મોટી આઇસ ડિસ્ક પહેલી વખત જોઇ છે અને તેને લઇ લોકો અલગ-અલગ અંદાજા લગાવી રહ્યાં છે.