waff womens club championship footballer loses hijab video
  • Home
  • Featured
  • VIDEO: મહિલા ફૂટબોલ ખેલાડીનું રમત દરમિયાન ઉતરી ગયો હિજાબ, તો સામેની ટીમે એવું કર્યું કે….

VIDEO: મહિલા ફૂટબોલ ખેલાડીનું રમત દરમિયાન ઉતરી ગયો હિજાબ, તો સામેની ટીમે એવું કર્યું કે….

 | 11:37 am IST

મહિલા ફૂટબોલ મેચમાં કંઈક એવું થયું કે જેને જોઈને બધાના મોઢા પર એક સ્માઈલ આવી જાય. જોર્ડનમાં એક ફૂટબોલ મેચ દરમિયાન એક મહિલા ફૂટબોલરનો હિજાબ ખુલી ગયો. તો બીજા ટીમની મહિલાઓ એક ઘેરો બનાવીને ઉભી રહી ગઈ અને હિજાબી ફૂટબોલર ખેલાડીને પ્રોટેક્ટ કરી. આ આખી ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે.

રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો WAFF વૂમન ક્લબ ચેમ્પિયનશિપમાં જોર્ડન, ફિલિસ્તીન, બાહરેન, લેબનાન અને યુએઈ જેવા દેશ ભાગ લે છે. જોર્ડનના ફૂટબોલ ક્લબ શબાબ-અલ-ઓર્ડને આ ટાઈટલ જીત્યો છે. આ બધાની વચ્ચે જ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો મહિલા ખેલાડીઓના જોરદાર વખાણ કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા ખેલાડીનો હિજાબ ઢીલો થઈ જાય છે અને જેનાં કારણે વાળ ખુલી જાય છે. તે તરત જ નીચે બેસી જાય છે અને એટલામાં તો વિરોધી ટીમની ખેલાડીઓ તેને ચારેકોરથી ઘેરી લે છે કારણ કે તેના વાળ કોઈ જોઈ ન જાય. ત્યારબાદ મહિલા તેનો હિજાબ સરખો કરી લે છે.

હવે આ વીડિયો આવતાની સાથે જ લોકોએ અવનવી કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું કે, આ વીડિયો એ સાંસદોને બતાવો કે જેઓ હિજાબ પર પ્રતિબંધ લગાવવા માટે મહેનત કરી રહ્યા છે. જર્મનીની શાળાઓમાં વિદ્યાર્થીઓ સાંસદોનો વિરોધ કરીને હિજાબને સમર્થન આપી રહ્યા છે અને સાંસદો તેમાં ખામીઓ શોધવાનું કામ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન