Wage increase rule applied for H1B and green card holders
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • H1B અને ગ્રીન કાર્ડ હોલ્ડર માટે વેતનવધારાનો નિયમ લાગુ કરાયો

H1B અને ગ્રીન કાર્ડ હોલ્ડર માટે વેતનવધારાનો નિયમ લાગુ કરાયો

 | 7:29 am IST
  • Share

ટ્રમ્પ તંત્ર દ્વારા H1B વિઝા અંગે વધુ એક નિર્ણય લેવાયો છે. અમેરિકન એજન્સી દ્વારા H1B વિઝા અને વર્ક પરમિશનવાળા ગ્રીન કાર્ડ ઉપર રહેતા લોકોના મિનિમમ વેજ માં વધારો કરી દેવાયો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર દ્વારા આ વિઝા ધરાવતા લોકો માટેના વેતનમાં વધારો કરવામાં આવતા ભારત સહિતના વિદેશોમાંથી આવતી બૌદ્ધિક પ્રતિભાઓને મુશ્કેલી ઊભી થશે. ટ્રમ્પ સરકાર દ્વારા આ બીજી વખત વેતન વધારાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પહેલાં ગત વર્ષે ઓક્ટોબરમાં ટ્રમ્પે H૧B વિઝા અને ગ્રીન કાર્ડ હોલ્ડરના લઘુતમ વેતનમાં વધારાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.

પહેલી જુલાઈ ૨૦૨૧થી વેતનવધારાનો નિયમ લાગુ

અમેરિકાના લેબર મંત્રાલય અનુસાર ૧ જુલાઈ ૨૦૨૧થી નવા વેતનવધારાનો અમલ કરવામાં આવશે. તાજેતરમાં એવો તર્ક આપવામાં આવ્યો છે કે, નવા કાયદા અને વેજીસના કારણે વિદેશથી આવતા લોકોને ફાયદો થશે.બાઈડેને જાહેરાત કરી હતી કે, વિદેશથી આવતા કર્મચારીઓને કોઈપણ રીતે શોષણ નહીં થવા દેવાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન