Wall clock can be set in east and west direction
  • Home
  • Astrology
  • ઘરની આ દિશામાં રાખો ઘડિયાળ, રાતોરાત ચમકી જશે કિસ્મત

ઘરની આ દિશામાં રાખો ઘડિયાળ, રાતોરાત ચમકી જશે કિસ્મત

 | 7:12 pm IST

વાસ્તુશાસ્ત્રનું ક્ષેત્ર એટલું વિસ્તૃત છે કે તેમાં દરેક વિષય વસ્તુનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. વાસ્તુ આપણા રોજિંદા જીવનમાં ખૂબજ ઉપયોગી થાય છે, જાણે અજાણે આપણે ઘણી વસ્તુનો ઉપયોગ કરીએ જ છીએ. જેમાં ઘર બનાવતી વખતે અથવા તો ઘરના સામાનની ગોઠવણી વખતે ઘરની સ્થિતિ, દિશાઓનું વિશેષ ધ્યાન રાખીએ છીએ. કઇ વસ્તુ ક્યાં હોવી જોઇએ, તે વાસ્તુના આધારે સરળતાથી જાણી શકીએ છીએ. વાસ્તુની આપણા જીવન પર ખૂબ ઊંડી અસર થાય છે, તેથી પહેલાંથી જ વાસ્તુનું ધ્યાન રાખવાની સલાહ અપાય છે, ઘરમાં દીવાલ ઘડિયાળ લગાડવમાં પણ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે જો તમે દીવાલ ઘડિયાળને ખાસ જગ્યા પર લગાવો છો તો તેનાથી ઘરમાં સકારાત્મકતાનો વાસ થાય છે. કહેવાય છે કે વાસ્તુશાસ્ત્ર મુજબ દીવાલ ઘડિયાળ તમારા ખરાબ સમયને સારા સમયમાં બદલી શકે છે.

ઘડિયાળ દક્ષિણ દિશામાં ન લગાવવી
ઘડિયાળ આપણે જે દીવાલ ખાલી હોય તથા સારી લાગે તે દીવાલ પર લગાવતા હોઇએ છીએ પરંતુ તે દિશા યોગ્ય છે. કે નહીં ? વાસ્તુ મુજબ ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશામાં દીવાલ ઘડિયાળ લગાવી શકાય પરંતુ દક્ષિણ દિશામાં ન લગાવવી જોઇએ તે દિશામાં ઘડિયાળ લગાવવાથી ઘરના મુખ્ય વ્યક્તિ એટલે કે ઘરના વડીલના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

ઘરમાં બારણાં પર ઘડિયાળ ન લગાવવી
નાનું ઘર હોવાના કારણે અથવા ઘર ડિફરન્ટ લાગે તે હેતુ સાથે લોકો ઘરનાં બારણાં પર અથવા તો ઘરના અન્ય રૂમના બારણાં પર ઘડિયાળ લટકાવતા હોય છે, જેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે, અને ઘરમાં તણાવનું વાતાવરણ રહે છે. તેથી ઘર નાનું હોય કે મોટું ઘરના કોઇપણ બારણાં પર દીવાલ ઘડિયાળ ન લગાવવી જોઇએ.

ઘરમાં બંધ ઘડિયાળ ન રાખવી
વાસ્તુ માને છે, કે ઘડિયાળ તમારા ખરાબ સમયને સારો બનાવે છે, જ્યારે તમારા ઘરમાં બંઘ ઘડિયાળ પડી રહી હોય તો તે તમારો સમય સ્થગિત કરે છે, તેથી ઘરમાં ભૂલથી પણ ખરાબ કે બંધ ઘડિયાળ ન રાખવી જોઇએ. તેનાથી નકારાત્મક્તા ફેલાય છે, જે તમારા વિચારો, વાણી, વર્તન પર પણ અસર કરે છે.

લોલકવાળી ઘડિયાળ શુભ હોય છે
લોલકવાળી ઘડિયાળ વર્ષોથી લોકો પોતાના ઘરમાં લગાવતા હતા, આજે પણ લોકો પોતાના બેઠકરૂમમાં લોલકવાળી ઘડિયાળ લગાવવી પસંદ કરે છે. આ ઘડિયાળ લગાવવી શુભ માનવામાં આવે છે, તેનાથી માણસની પ્રગતિ થાય છે. જીવનના દરેક કાર્ય સરળતાથી થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન