વોલમાર્ટ-ફ્લિપકાર્ટ સોદાનો વેપારીઓ દ્વારા વિરોધ : ૨૮ સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન - Sandesh
  • Home
  • Business
  • વોલમાર્ટ-ફ્લિપકાર્ટ સોદાનો વેપારીઓ દ્વારા વિરોધ : ૨૮ સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન

વોલમાર્ટ-ફ્લિપકાર્ટ સોદાનો વેપારીઓ દ્વારા વિરોધ : ૨૮ સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન

 | 1:55 am IST

। નવી દિલ્હી ।

વોલમાર્ટ -ફ્લિપકાર્ટ સોદા ના વિરોધમાં ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા ૨૮ સપ્ટેમ્બરે ભારત બંદ કરવામાં આવશે. વોલમાર્ટ-ફ્લિપકાર્ટ સોદાને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા મંજૂરી આપવામાં આવી ચૂકી છે.

આથી, વોલમાર્ટ દ્વારા ૧૬ અબજ ડોલરમાં ફ્લિપકાર્ટમાં ૭૭ ટકા હિસ્સો મેળવવાનો રસ્તો આસાન બની ગયો છે. આ મંજૂરી સામે કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા અદાલતના દ્વાર ખખડાવવામાં આવ્યા છે.

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે વેપારીઓ દ્વારા ૨૮મી સપ્ટેમ્બરે દેશવ્યાપી બંધ કરવામાં આવશે. આ સોદાના વિરોધમાં સમર્થન મેળવવા અને રિટેલમાં એફડીઆઈને મંજૂરી આપવામાં નહીં આવે એ માગણી સંદર્ભે ૧૫ સપ્ટેમ્બરથી દિલ્હીથી વેપારીઓ દ્વારા રથયાત્રા કાઢવામાં આવશે જે દેશના ૨૮ રાજ્યોને આવરી લેશે. તદુપરાંત ૧૬મી ડિસેમ્બરે દિલ્હીમાં વેપારીઓની રેલી યોજવામાં આવશે.

વેપરીઓનું કહેવું છે કે વોલમાર્ટ ભલે ઓનલાઇન માર્કેટ દ્વારા દેશમાં પ્રવેશ કરી રહી છે પરંતુ પાછળથી તે ઓફલાઇન બજારમાં આવશે.

ખંડેલવાલે જણાવ્યું હતું કે આવી કંપનીઓ વિશ્વમાં કોઈપણ દેશમાંથી માલસામાન લાવશે અને દેશને ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવી દેશે. ભારતીય રિટેલર્સ માટે આથી મુશ્કેલી સર્જાશે અને તેઓ સ્પર્ધામાં ટકી નહીં શકશે. તેમનો બિઝનેસ ખતમ થઈ જશે.

હાલમાં દેશમાં સાત કરોડ રિટેલર્સ છે અને તેઓ પૈકી ત્રણ કરોડ રિટેલર્સને આ સોદાને પરિણામે સીધું નુકસાન થશે.અમેરિકી વોલમાર્ટ કંપનીએ ફ્લિપકાર્ટમાં ૭૫ ટકા હિસ્સો ખરીદ્યો છે. ફ્લિપકાર્ટના બોર્ડે પણ આ સોદાને મંજૂરી આપી દીધી છે. આ સોદાની કિંમત રૂપિયા એક લાખ કરોડ આંકવામાં આવી છે.

એક અહેવાલ અનુસાર વોલમાર્ટ સાથોસાથ આ રોકાણમાં ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ ઈન્ક પણ સહભાગી થઈ શકે એવી શક્યતા છે.

;