ખરીદવા માંગો છો Jio Phone? આ રીતે બુક કરાવો ઘર બેઠા - Sandesh
  • Home
  • Technology
  • ખરીદવા માંગો છો Jio Phone? આ રીતે બુક કરાવો ઘર બેઠા

ખરીદવા માંગો છો Jio Phone? આ રીતે બુક કરાવો ઘર બેઠા

 | 6:12 pm IST

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની 40મી એન્યુઅલ જનરલ મીટિંગમાં Jio Phoneને રજૂ કર્યો. જે 15 ઓગસ્ટ્રે પસંદગીના ગ્રાહકોને ટ્રાયલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જિયોફોન માટે 24 ઓગસ્ટથી પ્રી-બુકિંગ કરી શકાશે અને ગ્રાહકોને 1 સપ્ટેમ્બરથી આપવાનું શરૂ કરવામાં આવશે.

ઈચ્છુક ગ્રાહકો JioPhoneની પ્રી-બુકિંગ MyJio એપ અથવા જિયો રિટેલ સ્ટોર જઈને 24 ઓગસ્ટથી કરી શકે છે. જિયોફોનની કિંમત 0 રૂપિયા રાખવામાં આવી છે. જોકે સિક્યોરિટી માટે કંપની તમારી પાસેથી 1,500 રૂપિયા લેશે, જેને 3 વર્ષ બાદ રિફંડ કરી દેવામાં આવશે.

આ જિયો ફોનને આકાશ અને ઈશા અંબાણીએ લોન્ચ કર્યો, આ ફોનના ફિચર્સ વિશે જણાવતા કહ્યું કે, આ ફોનમાં વોઈસ કમાન્ડ સપોર્ટ આપવામાં આવશે. આમાં 2.4 ઈંચ QVGA ડિસ્પલે, માઈક્રો એસડી કાર્ડ સ્લોટ, ટોર્ચ લાઈટ, FM રેડિયો, પેનિક બટન અને 22 ભાષાઓ સપોર્ટ કરશે. આ ફોન 4G સપોર્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

આ ઈન્ટેલિજેન્ટ ફોનમાં ડૂએલ સિમ સપોર્ટ, રિયરમાં 2 એમપીનો કેમેરો, ફ્રન્ટમાં VGA કેમેરો, 4GB ઈન્ટરનલ સ્ટોરેજ અને 512MB રેમ આપવામાં આવી છે. સૌથી મોટી ખાસિયત તે છે કે, આ ફોનમાં Jio TV અને Jio Cinemaના કન્ટેન્ટને મોટી સ્ક્રિન પર જોવા માટે કોઈપણ TV સાથે ક્નેક્ટ કરી શકાશે.