Waqar Younis give big statement about virat kohli, Amir and Wahab
  • Home
  • Corona Live
  • વકાર યુનુસનો સણસણતો આરોપ, કહ્યું- બે ખેલાડીઓએ ટીમને આપ્યો દગો, કોહલી વિશે કહી આ વાત

વકાર યુનુસનો સણસણતો આરોપ, કહ્યું- બે ખેલાડીઓએ ટીમને આપ્યો દગો, કોહલી વિશે કહી આ વાત

 | 10:24 am IST

હાલ આખા વિશ્વ સહિત ભારત અને પાકિસ્તાન પર કોરોના વાયરસથી જંગ લડી રહ્યા છે. આ વૈશ્વિક મહામારીએ દુનિયાભરમાં અત્યાર સુધી 74 હજારથી વધુ લોકોના જીવ લીધા છે. જ્યારે 13 લાખથી વધુ લોકોને પોતાની ચપેટમાં લીધા છે. કોરોના વાયરસના કારણે કેટલાક દેશોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તેથી ખેલાડીઓ ઘરમાં રહી પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે.

આ પરિસ્થિતિઓ વચ્ચે હવે પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી અને બોલિંગ કોચ વકાર યુનુસનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. બેબાક નિવેદનો માટે જાણીતા વકાર યુનુસે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, મોહમ્મદ આમિર અને વહાબ રિયાજને લઈ કેટલાક મોટા નિવેદન આપ્યા છે. વકાર યુનુસે પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આમિર અને વહાબ રિયાજ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ વકાર યુનુસે કહ્યું કે,‘અમે 2-3 બોલર્સને ઓસ્ટ્રેલિયા પ્રવાસે લઈ ગયા. સૌથી મોટું કારણ એ હતું કે આએમિર અને વહાબે અમને અંતિમ સમય દગો આપ્યો. તેમણે 15-2 દિવસ પહેલા નિર્ણય કર્યો કે તેઓ હવે ટેસ્ટ મેચ રહીં રમે.’

વિરાટ કોહલીને લઈને કહી આ વાત:

વકાર યુનુસથી જ્યારે વિરાટ કોહલીને લઈ પૂછવામાં આવ્યું કે જો તેઓ હાલના સમયમાં વિરાટ સામે બોલિંગ કરતા તો શું મુશ્કેલીઓનો સામનો કરતા? તેમણે કહ્યું કે,‘જો હું એવું કહ્યું કે અમારા સમયમાં વિરાટ કોહલી જેવા ખેલાડી નહોતા તો આ ખોટું હશે. કારણ કે અમારા સમયમાં પણ સચિન તેંડુલકર, બ્રાયન લારા, વિવિયન રિચર્ડ્સ માર્ટિન ક્રો જેવા બેટ્સમેન હતા. મે તેમની સામે બોલિંગ કરીને પોતાનું નામ બનાવ્યું છે.’

ઉપરાંત વકારે કહ્યું કે,‘હું આજે યુવા હોત તો વિરાટ કોહલી મારી બોલિંગની ધોલાઈ કરતા આ અંગે હું જરૂર સવાલ ઉભા કરતો. મેં મારા સમયે મારા ટેલેન્ટના દમ પર વિકેટ લીધા છે અને આજે હું બોલિંગ કરતો હોત તો મને ખબર હોત કે ક્યા બેટ્સમેનને કેવી રીતે આઉટ કરવાનો છે.’

આ વીડિયો પણ જુઓ: સુરતમાં હિન્દૂ સમાજ આવ્યો મુસ્લિમ સમાજની વ્હારે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન