રાજકોટમાં જાહેરમાં તલવારો ઉછળતા, દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટમાં જાહેરમાં તલવારો ઉછળતા, દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ

રાજકોટમાં જાહેરમાં તલવારો ઉછળતા, દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ

 | 4:20 pm IST

રાજકોટમાં આજી ડેમ ચોકડી પાસે બે જૂથ વચ્ચે અથડામણ થતા મહોલ એટલો બીચક્યો હતો કે તલવારો ઉછળી હતી. આ ઘટનાને સ્થાનિકોમાં ભય વ્યાપ્યો હતો અને પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘટનાને પગલે આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. જૂથ અથડામણને લઈને બજારની દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના આજી ડેમ ચોકડી પાસે આવેલ ચુનારાવાડ વિસ્તારમાં આ ઘટના બની હતી. ભરવાડ સમાજના 30થી વધુ લોકો આસીફ ચાવડા નામના શખ્સના ભંગારના ડેલામાં તલવાર, પાઈપ જેવા શસ્ત્રો સાથે પહોંચ્યા હતા. જેને પગલે સામે મુસ્લિમ સમાજના લોકો પણ હથિયારો સાથે બહાર નીકળ્યા હતા. બંને જૂથ વચ્ચે રકઝક થયા બાદ બંને શસ્ત્રો સાથે લડતા જોવા મળ્યા હતા. તલવારો ઉછળી હતી અને જેમાં ત્રણથી વધુ લોકોને ઈજા થઈ હતી. આ બનાવને પગલે સ્થાનિક

બજારોના દુકાનદારોએ ગભરાઈને દુકાનો બંધ કરી દીધી હતી. ઈજા પામેલ ત્રણમાંથી એક શખ્સની હાલત ગંભીર છે. આ બનાવને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. ક્રાઈમબ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો  અને પોલીસ આ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દીધો છે.

rajkot group war

13898346_1799757953594880_1

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન