war like kargil can happen due to shani guru coincidence
  • Home
  • Astrology
  • અરે બાપ રે! ફરી બની કારગીલ અને ભારત-ચીન યુદ્ધ જેવી ગ્રહોની સ્થિતિ, સીમા પર મોટો ખતરો..

અરે બાપ રે! ફરી બની કારગીલ અને ભારત-ચીન યુદ્ધ જેવી ગ્રહોની સ્થિતિ, સીમા પર મોટો ખતરો..

 | 2:41 pm IST

ફરી બન્યો કારગિલ અને ભારત-ચીન યુદ્ધ જેવી ગ્રહદશા, સીમા પર શનિ-ગુરૂ વધારશે તણાવ.આપણા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ-ગુરૂ સાથે મળી ભારતના ઉત્તરી સીમા પર તનાવ ભરી પરિસ્થિતિ વધારી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ-ગુરૂનો આ યોગ પ્રબળ છે અગ્નિ તત્વ રાશિ ધનુમાં ગુરૂ અને શનિનો આ યોગ આવી આશંકા ઉત્પન્ન કરી રહ્યો છે. 5 નવેમ્બર 2019 સવારથી જ ધનુ રાશિમાં દેવગુરૂ બૃહસ્પતિએ પોતાની સ્વરાશિ ધનુમાં પ્રવેશ કર્યો છે. શનિ અને કેતુ અહીં પહેલાજ હાજર છે. આ યુતિથી યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તેવી આશંકા છે.

આ પણ વાંચો: નવા વર્ષે કેતુ કરશે રાશિ પરિવર્તન, આ રાશિઓના જાતકો પર મુશ્કેલી ત્રાટકશે

1962માં ઇન્ડો ચાઈના અને 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન આવી જ ગ્રહોની યુતિ બની હતી અને પરિણામ આપણી સામે જ છે. 26 મે 1999ના મેષ રાશિમાં ગુરૂ-શનિની યુતિ બની હતી. ત્યારબાદ જૂન-જલાઈમાં કારગિલ યુદ્ધ થયુ હતુ જેમાં ભારતનો વિજય થયો હતો. આ યુદ્ધમાં છુપાઈને હુમલો કરી રહેલ પાકિસ્તાની સૈનિકોને ઉભી પુછડીએ ભાગાડ્યા હતા.

1962માં આવી યુતિથી ભારત અને ચીન વચ્ચે ભીષણ યુદ્ધ થયુ હતુ. આ યુતિમાં કેતુ પણ સાથે હતો. આ લડાઈ બરફથી છવાયેલ પહાડો પર થઈ હતી. શનિ-ગુરૂ સૌરમંડળના પ્રમુખ ગ્રહોમાંથી એક છે. પૃથ્વી પર આની ચાલથી ખુબજ ગંભીર અસર થાય છે. શનિ હવા તેમજ શિતળતા અને ગુરૂ જળ અને બળનું પ્રતિક છે. આ બંનેથી સમુદ્રી ક્ષેત્રમાં ભીષણ ચક્રવાતો બની રહ્યા છે.

આ યુતિના પ્રભાવથી ત્રણ જળ પ્રકોપ એવા મહા, ક્યાર અને બુલબુલ અચાનક બન્યા હતા. સામાન્ય રીતે આટલા ઓછા સમયમાં આવા બળવાન તોફાન બહુ ઓછા બનતા જોઈ શકાય છે. 1999માં શનિ-ગુરૂના સંયુક્ત ગુરૂત્વીય પ્રભાવથી અડધા ડઝનથી વધારે ભૂકંપ આવ્યા હતા. જેમાં ઓગસ્ટ 1999નો તુર્કીમાં આવેલ ભૂકંપમાં 17000થી વધારે લોકો કાળનો કોળીયો બન્યા હતા. સપ્ટેમ્બરમાં તાઈવાનમાં અઢી હજાર લોકો મોતને ભેટ્યાં. ભારતમાં ચમૌલીમાં ભૂચાલ આવ્યો.

5 નવેમ્બર 2019થી 25 જાન્યુઆરી 2020 સુધી શનિ-ગુરૂની યુતિ થશે. આ દરમિયાન ભારતના ઉત્તરીય ભાગમાં સમુદ્રી તોફાન, ભૂચાલ ભૂસ્તરીય મોટી દુર્ઘટનાઓ થાય તેવી આશંકા છે. શનિ-ગુરૂની આ યુતિ વચ્ચે 26 ડિસેમ્બર 2019ના કંકણાકૃતિ સૂર્યગ્રહણ થઈ રહ્યુ છે. જે મોટી રાજકીય ઉથલ-પાથલ પ્રાકૃત્તિક ઘટનાઓ વધારશે.

સૂર્ય ગ્રહણ દરમિયાન ધનુ રાશિમાં છ ગ્રહોનો યોગ થશે સૂર્ય, ચંદ્ર, ગુરૂ, શનિ, બુધ અને કેતુ આ સામુહિક યોગ ઠંડી વધારશે સાથે પૃથ્વી પર પ્રાકૃત્તિક રૂપથી જનજીવન પર ગંભીર પરિણામ લાવશે.

આ વીડિયો જુઓ: જાણો શા માટે યશોદાને જ કૃષ્ણની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન