જામનગરમાં ધૂળેટીની ઉજવણી કરવા પહોંચેલો હાર્દિક મૂકાયો ક્ષોભજનક સ્થિતિમાં - Sandesh
  • Home
  • Gujarat
  • જામનગરમાં ધૂળેટીની ઉજવણી કરવા પહોંચેલો હાર્દિક મૂકાયો ક્ષોભજનક સ્થિતિમાં

જામનગરમાં ધૂળેટીની ઉજવણી કરવા પહોંચેલો હાર્દિક મૂકાયો ક્ષોભજનક સ્થિતિમાં

 | 5:28 pm IST

હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસનો હાથ પકડ્યા બાદ રાજ્યમાં કેટલાક પાટીદાર સમાજે હાર્દિકને ગદ્દાર ગણવ્યો છે. રાજ્યના કેટલાક શહેરો અને ગામડામાં પણ હાર્દિકના વિરોધમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં હાર્દિક પટેલનો સખત વિરોધ થઇ રહ્યો છે. આજે પણ જામનગરમાં હાર્દિક એક પાર્ટી પ્લોટમાં ધુળેટી રમવા પહોંચ્યો હતો. પરંતુ સ્ટેજ પર ચડતા જ લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા.

લોકો દ્વારા મોદી મોદીના નારા લગાવવામાં આવી રહ્યા હતા આ જોઇને હાર્દિક પણ મુશ્કેલીમાં મુકાયો હોય તેમ તેના ચહેરા પર હાવભાવ જોવા મળ્યા હતા. હાર્દિક સ્ટેજ પર ચડીને માઇકમાં બોલતો હતો પણ લોકો તેને સાંભળ્યો નહોતો અને સતત મોદી મોદીના નારા લગાવ્યા હતા. આથી હાર્દિકને પણ શરમજનક સ્થિતિમાં મુકાવાનો વારો આવ્યો હતો અને ત્યાંથી થોડીવારમાં તે સ્ટેજ છોડી ચાલ્યો ગયો હતો.

આમ ધૂળેટીની ઉજવણી કરવા પાર્ટી પ્લોટમાં પહોંચેલો હાર્દિક ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન