Shane Warn Hints About Spot Fixing On Natrajan's 7 No Balls
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • બ્રિસબેનમાં AUS પર ભારે પડનારા નટરાજને કર્યું સ્પોટ ફિક્સિંગ? શેન વૉર્ને શંકા વ્યક્ત કરી

બ્રિસબેનમાં AUS પર ભારે પડનારા નટરાજને કર્યું સ્પોટ ફિક્સિંગ? શેન વૉર્ને શંકા વ્યક્ત કરી

 | 4:58 pm IST
  • Share

ઑસ્ટ્રેલિયા (Australia)ના પૂર્વ દિગ્ગજ સ્પિનર શેન વૉર્ને (Shane Warn) બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test)ના ચોથા દિવસે એવી વાત કહી છે જે સાંભળીને કોઈ પણ ભારતીય ફેન તેને માફ નહીં કરે. શેન વૉર્ને ઇશારા-ઇશારામાં ટીમ ઇન્ડિયાના બૉલર ટી નટરાજન (T. Natarajan) પર સ્પોટ ફિક્સિંગ (Spot-fixing)ના આરોપો લગાવી દીધા છે. શેન વૉર્ને ઑસ્ટ્રેલિયાઈ ચેનલ પર કૉમેન્ટ્રી દરમિયાન નટરાજન દ્વારા ફેંકવામાં આવેલા બૉલ્સ પર શંકા વ્યક્ત કરી. ઉલ્લેખનીય છે કે ટી નટરાજને બ્રિસબેન ટેસ્ટ દરમિયાન 7 નૉ બૉલ ફેંક્યા જેના પર શેન વૉર્ને વિવાદાસ્પદ વાત કહી.

ટી નટરાજને જે 7 નૉ બૉલ ફેંક્યા 

બીજી ઈનિંગમાં ભારતીય બૉલિંગ દરમિયાન કૉમેન્ટ્રી કરી રહેલા શેન વૉર્ને એલન બૉર્ડરને કહ્યું કે, ટી નટરાજને જે 7 નૉ બૉલ ફેંક્યા છે તેમાંથી 5 પહેલા બૉલ પર પડ્યા છે. શેન વૉર્ને કહ્યું કે, “મને નટરાજનની બૉલિંગને લઈને કંઇક અલગ ચીજ જોવા મળી છે. નટરાજને 7 નૉ બૉલ ફેંક્યા છે અને આ તમામ ઘણા મોટા નૉ બૉલ છે. આમાંથી 5 નૉ બોલ પહેલા બૉલ પર આવી અને તેનો પગ ક્રીઝથી ઘણો બહાર જોવા મળ્યો. આપણે તમામે નૉ બૉલ ફેંક્યા છે, પરંતુ 5 નૉ બૉલ પહેલા બૉલ પર ફેકવા રસપ્રદ છે.”

મોહમ્મદ આમિરના સ્પોટ ફિક્સિંગ તરફ ઈશારો?

ઉલ્લેખનીય છે કે શેન વૉર્ન અહીં ઈશારા-ઈશારામાં જ ટી નટરાજનની તુલના પાકિસ્તાની ઝડપી બૉલર મોહમ્મદ આમિર સાથી રહી રહ્યો છે, જેણે વર્ષ 2010માં લૉર્ડ્સ ટેસ્ટ દરમિયાન ઘણો મોટો નૉ બૉલ ફેંક્યો હતો. મોહમ્મદ આમિર ત્યારબાદ સ્પોટ ફિક્સિંગનો દોષી ઠેરવાયો હતો. ઉલ્લેખનીય છે કે ટી નટરાજને બ્રિસબેન ટેસ્ટમાં પોતાનું ડેબ્યૂ કર્યું છે. નટરાજને પહેલી ઇનિંગમાં 3 વિકેટ પોતાના નામે કરી. નટરાજને બ્રિસ્બેન ટેસ્ટમાં ઑપનિંગ બૉલર તરીકે ડેબ્યૂ કર્યું અને સૌથી પહેલા મેથ્યૂ વેડની વિકેટ લીધી. ત્યારબાદ તેણે માર્નસ લાબુશેનની પણ વિકેટ લીધી. નટરાજને આ જ પ્રવાસ પર વનડે અને ટી-20માં ડેબ્યૂ કર્યું હતુ. એક વનડેમાં તેણે 2 વિકેટ ઝડપી હતી. તો ટી-20 સિરીઝની ત્રણ મેચોમાં તેને 3 વિકેટ મળી હતી.

આ વિડીયો પણ જુઓ: વડોદરામાં ભાજપના કાર્યક્રમમાં જાહેરનામાનો ભંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન