ક્લિંટન ડિ કોકે મારી પત્ની પર કરી હતી ગંદી કોમેન્ટ: ડેવિડ વોર્નર - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ક્લિંટન ડિ કોકે મારી પત્ની પર કરી હતી ગંદી કોમેન્ટ: ડેવિડ વોર્નર

ક્લિંટન ડિ કોકે મારી પત્ની પર કરી હતી ગંદી કોમેન્ટ: ડેવિડ વોર્નર

 | 8:23 pm IST

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નર અને સાઉથ આફ્રિકાના વિકેટકીપર ક્લિંટન ડિ કોક વચ્ચે ડર્બન ટેસ્ટ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. વાત એટલી વધી ગઈ હતી કે, અન્ય ખેલાડીઓએ વચ્ચે પડીને મામલો શાંત કરવાની જેહમત ઉઠાવી પડી હતી.

ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તે સીસીટીવી ફૂટેજમાં સાફ દેખાઈ રહ્યું છે કે, ડ્રેસિંગ રૂમમાં જતા સમયે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વીડિયો જોઈને એવું લાગે છે કે, તેમને રોકવામાં ન આવ્યા હોત તો વાત મારામારી સુધી ખેચાઇ જાત. ગવર્નિંગ બોડી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આ મામલાની જાણ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, તપાસ ચાલી રહી છે.

ICCએ અચાર સંહિતાનો ઉલ્લંઘન કરવા બદલ વોર્નરને મેચ ફીનો 75% દંડ લગાવવાની સાથે તેમના એકાઉન્ટમાં 3 ડિમૈરિટ અંક જોડી દીધું છે. ઈજી બાજુ ક્લિંટન ડિ કોકને મેચ ફીનો 25% દંડ લગાવ્યો છે. ડેવિડ વોર્નરે માન્યું કે રવિવારે ડ્રેસિંગ રૂમ જતા સમયે ડિ કોકની ટિપ્પણી પર પોતાની ભાવનાઓને નિયંત્રણ ન કરી શક્યો.

વોર્નરે જણાવ્યું કે, વિપક્ષી ખેલાડીઓ અને પ્રશંસકોની ટિપ્પણીથી કોઈ પરેશાની નથી થતી, પરંતુ ડિ કોકની વાતે હદ પાર કરી દીધી હતી. વોર્નરે વધુમાં જણાવ્યું કે, મેં CCTV જોયા અને તેના પર મને ખુબ અફસોસ પણ છે, પરંતુ હું આવોજ છું. તેમણે ભાવનાત્મક પ્રતિક્રિયા આપી અને આ બાબત પર માફી પણ માગી.

વોર્નરે કહ્યું કે, હું હમેશા મારા પરિવાર સાથે ઉભો રહીશ. આ ઘટના બાદ બંને ખેલાડીઓએ વાતો કરી નથી અને વોર્નરે જણાવ્યું કે હું ટૂંક સમયમાં ડિ કોક સાથે વાત પણ કરીશ. આવતા 2 દિવસો, મેચ અથવા સિરીઝ ખતમ થયા પછી તેમની સાથે વાત કરીશ.