Warner's Wife Said She Had Miscarriage During Tempering Controversy
  • Home
  • Sports
  • Cricket
  • વૉર્નરની પત્નીનો ચોંકાવનારો ખુલાસો, બૉલ ટેમ્પરિંગ વિવાદ દરમિયાન થયો હતો ગર્ભપાત

વૉર્નરની પત્નીનો ચોંકાવનારો ખુલાસો, બૉલ ટેમ્પરિંગ વિવાદ દરમિયાન થયો હતો ગર્ભપાત

 | 9:33 pm IST

ઑસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન ડેવિડ વૉર્નર છેલ્લા કેટલાક મહિનાઓમાં જિંદગીનાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થયો. બૉલ ટેમ્પરિંગ સ્કેન્ડલમાં એક વર્ષનાં પ્રતિબંધની સજા ભોગવ્યા બાદ પરિવારે પણ ઘણી સમસ્યાઓ ભોગવવી પડી હતી. ગુરૂવારનાં રોજ વૉર્નરની પત્નીએ ખુલાસો કર્યો કે બૉલ ટેમ્પરિંગ વિવાદનાં કારણે તેના પરિવાર પર કેટલી મોટી મુશ્કેલી આવી હતી.

કેન્ડિસ વૉર્નરે કહ્યું કે, બૉલ ટેમ્પરિંગ વિવાદ દરમિયાન તેમનો પરિવાર ડેવિડ વૉર્નરને લઇને ચિંતિત હતો. તે દરમિયાન ભારે તણાવનાં કારણે તેનો ગર્ભપાત થયો હતો. તેના એક દિવસ પછી ડેવિડ વૉર્નરે સંપૂર્ણ પરિવાર સાથે એક હસતો ફૉટો શેર કરીને લાંબી ભાવુક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેણે કહ્યું કે, “છેલ્લા કેટલાક મહિના આખા પરિવાર માટે મુશ્કેલ રહ્યા, પરંતુ કંઇપણ આપણને તેવા થવાથી ના રોકી શકે જેવા આપણે છીએ.” કેન્ડિસે કહ્યું કે, “જ્યારે અમને ખબર પડી કે અમારી સાથે શું થયું છે ત્યારે અમે બંને એકબીજાને ભેટીને ખુબ રડ્યા હતા. તે એ ભયાનક ક્રિકેટ સમયગાળાનું દુ:ખદ સમાપન હતુ.”

View this post on Instagram

When you’re living the dream you must enjoy every moment of it regardless of the highs and lows. We as a family have been through one of the toughest times ever the last few months but nothing will ever stop us from being just us. I have three of the best girls in the world that I cherish and love every single waking day. I am truly blessed with this!! My wife my rock has endured pain, disappointment, regrets in her past and so many highs and lows but the courage Candice has shown in recent months is a testament to the qualities she has as a mother, person, friend and wife. Im grateful everyday I get to call her my wife and my soul mate, I wouldn’t want it any other way. @candywarner1 #warnersforever #proudfamily

A post shared by David Warner (@davidwarner31) on

ત્યારબાદ વૉર્નરે લખ્યું કે, “જ્યારે તમે એક સપનાને જીવી રહ્યા હોવ છો તો તેના ઉતાર-ચડાવ પણ સહન કરો છો. હું ઘણો જ નસીબદાર છું અને મારી જિંદગીમાં 3 પ્રેમાળ દીકરીઓનો પ્રેમ મારા માટે સૌથી મોટી વાત છે. કેન્ડિસ મારી સૌથી મોટી તાકાત છે. ગત દિવસોમાં તેણે એક મા, પત્ની અને દોસ્તની ભૂમિકામાં ઘણી જ મજબૂતાઈથી નીભાવી, જેનો હું ઘણો જ આભારી છું. તે પત્ની જ નહીં, મારી આત્માનો ભાગ છે.”

હવે વૉર્નર દંપતિની જિંદગીમાં ફરી સુખદ ક્ષણો આવી છે. વૉર્નર અત્યારે આઇપીએલમાં પોતાના બેટ વડે ધમાલ મચાવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન