Wasim Akram Says Pakistan will repeat of 1992 World Cup
  • Home
  • Sports
  • Cricket
  • પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે કહ્યું, ટીમ 1992નો ઈતિહાસ ફરીથી દોહરાવશે

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે કહ્યું, ટીમ 1992નો ઈતિહાસ ફરીથી દોહરાવશે

 | 3:56 pm IST

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમને હજુ પણ ઉમ્મીદ છે કે, પાકિસ્તાન સેમિફાઈનલમાં પ્રવેશ કરશે. પાકિસ્તાન કેપ્ટન સરફરાઝ અહમદને સલાહ પણ આપી છે કે, તે ન્યુઝિલેન્ડ સામેની મેચમાં પોતાની ટીમમાં કોઈપણ પ્રકારનો બદલાવ ન કરે. દક્ષિણ આફ્રિકાને 49 રનોથી માત આપીને પાકિસ્તાન સેમિફાઈનલમાં પહોંચવાની પોતાની આશાને જીવંત રાખી છે.

અકરમને એ વાતનો ભરોસો છે કે, પાકિસ્તાન 1992ના પ્રદર્શનને દોહરાવવામાં સફળ થશે. જણાવી દઈએ કે, વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ અત્યાર સુધી એકપણ મેચમાં હાર્યું નથી. વર્લ્ડ કપ 1992માં પણ કીવીની ટીમ એકપણ મેચ હારી ન હતી. પછી પાકિસ્તાને તેને ક્રાઈસ્ટચર્ચમાં 7 વિકેટથી માત આપી હતી.

અકરમે જણાવ્યું કે, તે 1992માં પણ અમારો સામનો કરી શકવામાં સક્ષણ ન હતી, અને પછી અમે મેચ જીતી લીધી હતી. અને એ જ રીતે આ વર્લ્ડ કપમાં પણ તે એકપણ મેચ હારી નથી અને મને ઉમ્મીદ છે કે, અમે પ્રદર્શનને ફરીથી દોહરાવીશું. પણ આમ કરવા માટે ટીમને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. સાથે કહ્યું કે, ટીમમાં કોઈપણ બદલાવ કરવાની જરૂર નથી. સાથે ફિલ્ડિંગમાં ખાસ ધ્યાન આપવા માટે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન