Wasim Akram's statement comparing Babar Azam with Virat Kohli
  • Home
  • Sports
  • Cricket
  • કોહલી સાથે બાબરની તુલના થતા વસીમ અકરમે આપ્યું નિવેદન

કોહલી સાથે બાબરની તુલના થતા વસીમ અકરમે આપ્યું નિવેદન

 | 5:24 pm IST
  • Share

  • પાકિસ્તાનના પૂર્વ બોલર વસીમ અકરમનું નિવેદન
  • વિરાટ કોહલી દુનિયાનો શ્રેષ્ઠ ખેલાડી: વસીમ અકરમ
  • બાબર આઝમના પણ કર્યા વખાણ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડકપમાં રમાનાર મેચ પહેલા બંને દેશોના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ અલગ-અલગ નિવેદનો આપી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ બોલર વસીમ અકરમે પણ વિરાટ કોહલી અને બાબર આઝમમાંથી કોણ સારો બેટ્સમેન છે તેને લઇ સ્પષ્ટતા કરી છે.

પાકિસ્તાનના પૂર્વ ખેલાડી વસીમ અકરમે કહ્યું કે, વિરાટ કોહલી દુનિયાનો શ્રેષ્ઠ ખેલાડી છે, તેણે સારા પરિણામો આપ્યા છે અને કેપ્ટન તરીકે પણ ટીમને લીડ કરી છે. પરંતુ જો બાબર આઝમની વાત કરીએ તો તે હાલમાં જ કેપ્ટન બન્યો છે, આવામાં તે ઘણું બધુ શીખી રહ્યો છે પરંતુ બાબર આઝમ સતત સ્કોર કરી રહ્યો છે પછી તે કોઇ પણ ફોર્મેટ હોય.

વસીમ અકરમે કહ્યું કે, હાલમાં બાબર આઝમ અને વિરાટ કોહલીની તુલના કરી શકાય નહીં. પરંતુ બાબર ખુબ જ ઝડપી તે મુકામ તરફ વધી રહ્યો છે. જ્યાં વિરાટ કોહલી છે.

નોંધનિય છે કે, હાલના સમયમાં વિરાટ કોહલી અને બાબર આઝમ એવા બેટ્સમેન છે, જેમના રેકોર્ડ સૌથી બેસ્ટ છે. વિરાટ કોહલી ગત એક દશકથી ભારત માટે સતત સ્કોર કરી રહ્યો છે, દરેક ફોર્મેટમાં તેની સરેરાશ 50થી વધુ છે, તેણે 70થી વધુ સદી પણ ફટકારી છે. ત્યાં જ બાબર આઝમે ગત 2-3 વર્ષમાં ખુબ જ સારૂ પ્રદર્શન કર્યું છે. તેને ટેકનિક પણ ખુબ જ સારી છે અને તે પણ સતત સ્કોર કરી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો