Wasim Jaffer says Virat Kohli May score 70-85 ODI Hundreds
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટને લઈ પૂર્વ ખેલાડીએ કર્યો મોટો દાવો, આ બાબતે સચિન તેંડુલકરને પણ કરી દેશે પાછળ

વિરાટને લઈ પૂર્વ ખેલાડીએ કર્યો મોટો દાવો, આ બાબતે સચિન તેંડુલકરને પણ કરી દેશે પાછળ

 | 4:21 pm IST

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હાલ શાનદાર ફોર્મમાં છે. વેસ્ટઈન્ડીઝ સામેની બીજી વન ડે મેચમાં કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. વિરાટ કોહલી અને યુવા ખેલાડી શ્રેયસ અય્યરની જોડીએ જબરદસ્ત પાર્ટનરશિપ કરી ટીમ ઇન્ડિયાને એક સન્માનજનક સ્કોરે પહોંચાડ્વામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતે આ મેચ 59 રનથી જીતી હતી.

વિરાટની શાનદાર બેટિંગ જોઈ હવે ઘરેલૂ ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વસીમ જાફરે એક મોટું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે ભારતીય ટીમના હાલના કેપ્ટન વિરાટ કોહલી વન ડેમાં 75થી 80 સદી ફટકારી શકે છે. આપને જણાવી દઈએ કે કોહલીએ વેસ્ટઈન્ડીઝ સામે રવિવારે રમાયેલ બીજા વન ડે મેચમાં તેના વન ડે કરિયરની 42મી સદી ફટકારી હતી. હાલ વન ડેમાં સૌથી વધારે સદીનો રેકોર્ડ ભારત માટે સચિન તેંડુલકરના નામે છે. સચિનના નામે વન ડેમાં કુલ 49 સદી છે.

જાફરે ટ્વીટ કરી કહ્યું કે,‘11 ઇનિંગ્સના વિરામ બાદ ફરી એકવાર કામ શરૂ. કોહલીની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વધુ એક સદી. મને લાગે છે કે તેઓ વન ડેમાં 75-80 સદી ફટકારશે.’ કોહલીએ વેસ્ટઈન્ડીઝ સામે 125 બોલમાં 120 રન બનાવ્યા હતા. આ ઇનિંગ સાથે કોહલીએ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને પણ પાછળ મૂકી દીધો હતો. ગાંગુલીએ વન ડેમાં 297 ઇનિંગ્સમાં 11,221 રન બનાવ્યા હતા. જ્યારે કોહલીએ 229 ઇનિંગ્સમાં ગાંગુલીને પાછળ મૂકી દીધો છે.

આ વીડિયો પણ જુઓ: જમ્મુ કાશ્મીરમાં 15 ઓગસ્ટની ઉજવણીની તૈયારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન