Astrology Spiritual Watch: 18 the April 2019: Daily Horoscope video
  • Home
  • Featured
  • હાટકેશ્વર જયંતી, વ્રતની પૂનમ કેવી રહેશે તમામ જાતકો માટે જાણો, Video

હાટકેશ્વર જયંતી, વ્રતની પૂનમ કેવી રહેશે તમામ જાતકો માટે જાણો, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત ૨૦૭૫, ચૈત્ર સુદ ચૌદશ, ગુરુવાર, તા. 18-04 2019 હાટકેશ્વર જયંતી, વ્રતની પૂનમ કેવી રહેશે તમામ જાતકો માટે આઓ જાણીએ.

આ રાશિને થશે ફાયદો
મેષ રાશિના જાતકોને સ્નેહી-સ્વજનથી મિલન. પ્રવાસ. સાનુકૂળ કાર્યો થતાં જણાય. સમય સાથ આપે. વૃષભ નાણાભીડનો કોઈ ઉકેલ મળે. જૂનાં લેણાં મળે. કૌટુંબિક અશાંતિ રહે. તબિયત સામાન્ય નરમ બને. મિથુન ચિંતા અને તણાવ છતાં કાર્ય સફળતા નવી આશા અને ભાગ્ય પરિવર્તનની તક મળતી જણાય. સ્વજન સહાયક રહે. સિંહ કોઈ સાનુકૂળ અને લાભદાયી તક મળે. વિકાસ-પ્રગતિનો માર્ગ ખૂલે.

કન્યા નોકરી-વ્યવસાયિક બાબતો અંગે સાનુકૂળ તક. કાર્ય થાય. સંપત્તિ-વાહનની ચિંતા રહે. વડીલની ચિંતા થાય. ધન સાનુકૂળતા સર્જાય. ગૃહજીવનમાં સંવાદિતા સાધીને ગેરસમજ નિવારાશે. મિલન-મુલાકાત- ભાગીદારીના કામ થાય. મકર આપના વિરોધીઓ કે છુપા વિઘ્નસંતોષીઓ ફાવે નહીં. સફળતા માટે ધીરજ-મહેનત જોઈશે. ખર્ચનો પ્રસંગ. તબિયત નરમ. મીન કાર્ય સફળતા મળે. મકાન-વાહનના કોઈ કામમાં પ્રગતિ થાય. સારી વાત થાય.

આ રાશિને થશે નુકસાન
કર્ક આ સમયમાં ખોટા ખર્ચા ન વધી જાય તે જોજો. આવક સામે જાવક વધે. તબિયત સાચવવી. વિઘ્ન જણાશે. તુલા માનસિક તણાવ વધે. ગૃહવિવાદ ટાળજો. કેટલાક અટકેલા લાભ મળે. વૃશ્ચિક આ સમયમાં આરોગ્ય સાચવવું. નાના-મોટા અંતરાયો-મુશ્કેલી બાદ પ્રગતિ-લાભ જોવા મળે. કુંભ આ સમયમાં માનસિક બોજો રહે. ખર્ચા વધશે. સંતાન-સ્નેહીની બાબતથી સમસ્યા જણાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન