Astrology 25 th March 2019: Daily Horoscope video Watch:
  • Home
  • Featured
  • રંગ પંચમી, વિંછુડો, ફાગણ વદ પાંચમ કેવી રહેશે તમામ જાતકો માટે જાણો

રંગ પંચમી, વિંછુડો, ફાગણ વદ પાંચમ કેવી રહેશે તમામ જાતકો માટે જાણો

 | 7:00 am IST

રંગ પંચમી, વિંછુડો, શ્રી જયંતી, શ્રી રણછોડરાયજી-ડાકોરમાં સોળ ઉપચાર પૂજન, વિક્રમ સંવત ૨૦૭૫, ફાગણ વદ પાંચમ, સોમવાર, તા. ૨૫-૩-૨૦૧૯. વીર (જૈન) સંવત ૨૫૪૫.

શાલિવાહન શક ૧૯૪૦. યુગાબ્દ (કલિ) ૫૧૨૦. ભારતીય દિનાંક ૪-ચૈત્ર. પારસી માસ આવાં. રોજ ૧૧-ખોરશેદ. મુસ્લિમ માસ રજ્જબ. રોજ ૧૭. દૈનિક તિથિ વદ પંચમી ક. ૨૦-૦૦ સુધી. ચંદ્ર નક્ષત્ર વિશાખા ક. ૦૭-૦૩ સુધી પછી અનુરાધા. ચંદ્ર રાશિ વૃશ્ચિક (આખો દિવસ). જન્મ નામાક્ષર વૃશ્ચિક (ન.ય.). કરણ કૌલવ/તૈતિલ/ગર. યોગ વજ્ર ક. ૧૮-૧૩ સુધી પછી સિદ્ધિ.

વિશેષ પર્વ રંગ પંચમી. વિંછુડો. શ્રી જયંતી. વૈષ્ણવ શ્રી રણછોડરાયજી-ડાકોરનો ષોડશ ઉપચાર પૂજનવિધિ.ચંદ્ર-મંગળનું ઓપોઝિશન. ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ.

કૃષિ જ્યોતિષ જરૂર જણાય ત્યાં ભૂમિ સંરક્ષણ, હળખેડ, વાવણી-રોપણી તથા બાગાયત કામગીરી માટે શુભ દિવસ. ગુજરાતી ફાગણ માસની વદ પાંચમ એટલે ઉત્તર ભારતના ર્પૂિણમાંત ચૈત્રી વર્ષની પ્રથમ પાંચમ (લાભ પાંચમ) જેટલું મહત્ત્વ ધરાવે છે. પશુઓની લેવડદેવડ, દસ્તાવેજી કાર્યો, નવીન આયોજન માટે શુભ. જળાશયની માવજત-મરામતની સલાહ છે. રાહુકાળ દિવસે ક. ૦૭-૩૦ થી ૦૯-૦૦ સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન