#Watch: 90 year old retired Air Marshal Doing Pull Ups Video Viral
  • Home
  • Featured
  • 90ની ઉંમરમાં આટલા બધા પુલ અપ્સ, જીમ જનારાઓને પણ શરમાવતો Video વાયરલ

90ની ઉંમરમાં આટલા બધા પુલ અપ્સ, જીમ જનારાઓને પણ શરમાવતો Video વાયરલ

 | 9:18 am IST

સામાન્ય રીતે સ્વસ્થ રહેવા માટે મોટાભાગના લોકો જીમનો સહારો લેતા હોય છે અને ત્યાં જઇને કલાકો સુધી પરસેવો વહાવે છે. જીમમાં સારા સારા યુવાનો પણ પુલ અપ્સ કરી શકતા નથી. પરંતુ જો તમે 90 વર્ષના રિટાયર એર માર્શલ પીવી ઐય્યરનો પુલ અપ્સ કરતો વીડિયો જોશો તમે પણ કહેશો કે ઉંમર તો માત્ર એક નંબર છે.

પીવી ઐય્યર 90 વર્ષની ઉંમરમાં એટલી સરળતાથી પુલ અપ્સ કરી રહ્યા છે કે તેમને જોઇ તમે પણ તેમના કાયલ થઇ જશો. તેમનો પુલ અપ્સ કરતો વીડિયો તેમના દીકરા પરમ ઐય્યરે શેર કર્યો. તેઓ પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયમાં સેક્રેટરી છે. તેમણે આ વીડિયો શેર કરતાં લખ્યું કે અમારા આખા પરિવાર માટે સ્વસ્થ રહેવાનો પ્રેરણાસ્ત્રોત છે.

લોકો રિટાયર એર માર્શલનો વીડિયો જોઇ ઇંસ્પાયર થઇ ગયા છે અને આ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. જો કે આ વીડિયો તેમના દીકરાએ 2018ની સાલમાં શેર કર્યો હતો પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પરમ ઐય્યરે કહ્યું કે એરફોર્સમાંથી રિટાયર્ડ તેમના પિતા આજે પણ દરરોજ 10 કિલોમીટર દોડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન