#WATCH : A drunk person drove his car over pedestrians on footpath In Bengaluru
  • Home
  • Videos
  • Featured Videos
  • બેકાબૂ કારે ફૂટપાથ પર ઉભેલા લોકોને હવામાં ફંગોળતો ડરામણો Video આવ્યો સામે

બેકાબૂ કારે ફૂટપાથ પર ઉભેલા લોકોને હવામાં ફંગોળતો ડરામણો Video આવ્યો સામે

 | 9:46 am IST

કર્ણાટકના બેંગલુરૂથી બેકાબૂ કારનો ડરામણો એક વીડિયો સામે આવ્યો છે. એક બેકાબૂ કાર એવી રીતે આવી કે ફૂટપાથ પર ચાલતા લોકોને જ જોરદાર ટક્કર મારી દીધી. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસને તપાસ કરતાં ખબર પડી કે ગાડી ચાલક નશામાં ધૂત હતો, તેના લીધે આટલો મોટો અકસ્માત સર્જાયો.

બેંગલુરૂના HSR લેઆઉટ વિસ્તારમાં પૂરપાટ ઝડપે કાર આવે છે અને ફૂટપાથ પર ચાલતા લોકોને જોરદાર ટક્કર મારે છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ટક્કર એવી જોરદાર લાગે છે કે રસ્તાના કિનારે ઉભેલા બાઇક-સાઇકલોને ફંગોળી ફૂટપાથ પર ચઢી જાય છે. જ્યાં કેટલીક મહિલાઓ અને પુરુષો સાથે અથડાય છે. કહેવાય છે કે આ ઘટના રવિવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બની છે.

પોલીસના મતે જે દુકાનની સામે આ ઘટના બની છે તે એક હોટલ હતી અને લોકો પોતાનો વારો આવવા માટે બહાર રાહ જોઇ રહ્યા હતા, આ સિવાય કેટલાંક લોકો ત્યાંથી પસાર થઇ રહ્યા હતા.

આપને જણાવી દઇએ કે બેંગલુરૂનો HSR લેઆઉટ વિસ્તાર પોતાના મંદિરો અને આઇટી હબ હોવાના લીધે ખૂબ પ્રખ્યાત છે. આ જ કારણ છે કે અહીં હંમેશા મોટી સંખ્યામાં લોકો રહે છે અને બજારોમાં પણ ભીડ જામેલી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન