Neha kakkar dance on aankh marey watch a viral video
  • Home
  • Entertainment
  • Bollywood
  • નેહા કક્કડે કર્યો એવો ડાન્સ, 8 કરોડથી વધારે વાર જોવાયો આ VIDEO

નેહા કક્કડે કર્યો એવો ડાન્સ, 8 કરોડથી વધારે વાર જોવાયો આ VIDEO

 | 1:29 pm IST

બોલીવુડ એક્ટર રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ ‘સિમ્બા’એ બોક્સ ઓફિસ પર હંગામો મચાવવામાં સફળતા મેળવી હતી. આ ફિલ્મનું પહેવું સોંગ ‘આંખ મારે ઓ લડકી આંખ મારે ‘ લોકો વચ્ચે ખુબજ લોકપ્રિય થયુ છે. આજે પણ આ ગીત સુપરહિટ છે અને સાંભળતાજ થનગનાવી દે તેવુ છે. આ ગીતનો ક્રેઝ એટલે છે કે યુવાનો આ ગીતના સ્ટેપ ફોલો કરી રહ્યા છે.

આ સોંગના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવે છે. આ ગીતની સિંગર નેહા કક્કડ આ મઝેદાર ધુન પર નાચતી નજરે ચડી છે. પોતાના ખાસ અંદાજથી ગીતો ગાનારી નેહા કક્કડ ખુબજ લોકપ્રિય થઈ ચુકી છે.

8 કરોડથી વધારે વાર જોવામાં આવ્યો આ વીડિયો

નેહાએ 7 સપ્ટેમ્બરે પોતાના યૂટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં નેહા ‘સિમ્બા’ના સોગ આંખ મારે પર નાચતી જોવા મળી હતી. નેહાની આ ડાન્સીંગ સ્ટાઈલ તેમના ખાસ પ્રશંસકોને પસંદ આવી રહ્યા છે. એટલે જ 4 મહીનામાં આ વીડિયો 8 કરોડથી વધારે વાર જોઈ શકાયો છે. નેહા આ સોંગમાં પોલકા ડોટવાળા ડ્રેસમાં ખુબજ આકર્ષક લાગી રહી છે.

કોરિયોગ્રાફર માલ્વિન લુઇસની સાથે ડાન્સ કરતી જોવા મળી હતી, તમે પણ જૂઓ નેહા કક્કડનો આ વીડિયો.

ફિલ્મ સિમ્બામાં રિમેક કરવામાં આવેલ આસોંગ ફિલ્મ તેરે મેરે સપનેનું સુપરહિટ ગીત છે. તેરે મેરે સપને ફિલ્મમાં આ ગીત ગાયક કુમાર શાનૂ અને કવિતા કૃષ્ણમૂર્તિએ પોતાના કંઠનો કામણ પાથર્યો છે. નવા ગીતમા મીકા સિંહ અને નેહા કક્કડે કંઠ આપ્યો છે.

ઓરિજનલ સોંગ કરતા રિમેક વધુ લોકપ્રિય થાય તે આ ફિલ્મની સફળતા માટેનું એક પગથીયુ કહેવાય. પ્રશંસકોને આ સોંગના એક એક સ્ટેપ યાદ રહી ગયા છે. ખાસ કરીને યુવાનોમાં આ સોંગ ખુબજ લોકપ્રિય થઈ રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન