Watch: Abu Dhabi Crown Prince visits girl who missed out on shaking his hand
  • Home
  • Featured
  • બાળકી હાથ ના મિલાવી શકી તો ખુદ ક્રાઉન પ્રિન્સ તેના ઘરે ગયા અને પછી જે થયું…ચારેય બાજુ Videoની ચર્ચા

બાળકી હાથ ના મિલાવી શકી તો ખુદ ક્રાઉન પ્રિન્સ તેના ઘરે ગયા અને પછી જે થયું…ચારેય બાજુ Videoની ચર્ચા

 | 12:45 pm IST

અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. અહીં તેમણે સામાન્ય લોકો સાથે મુલાકાત કરી હતી ત્યારે બધાની વચ્ચે એક બાળકી તેમની સાથે હાથ મિલાવા માંગતી હતી, પરંતુ ક્રાઉન પ્રિન્સનું ધ્યાન ગયું નહીં અને બાળકી સાથે હાથ મિલાવી શકયા નહીં. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો.

ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાનને જ્યારે તેની ખબર પડી તો તેઓ બાળકી આયશા મોહમ્મદ મશીત અલ મઝૂરીના ઘરે પહોંચ્યા અને તેની સાથે મુલાકાત કરી. તેમણે આયશાના માથા અને હાથ પર વ્હાલ કર્યું. તેના માટે ક્રાઉન પ્રિન્સના ખૂબ વખાણ થઇ રહ્યા છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે આયશા સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની લાઇનમાંથી નીકળી શેખ મોહમ્મદની તરફ આવે છે અને તેમને મળવા માટે હાથ આગળ કરે છે, શેખ મોહમ્મદ બિન બાળકીને જોઇ આગળ વધી જાય છે, તેથી તે નાખુશ થઇ જાય છે, શેખ મોહમ્મદ પછી બાળકીના ઘરે જાય છે અને તેની સાથે મુલાકાત કરે છે.

આ વીડિયોને તેમણે ખુદ શેર કર્યો. તેને અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધુ વ્યુઝ મળી ચૂકયા છે. વીડિયો શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું કે આજે મેં આયશાના ઘરની મુલાકાત લીધી. હું તેમના પરિવારને મળી ખૂબ ખુશ થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન