Video: Air-Hostess Accepts Boyfriend’s Mid-Air Marriage Proposal In China
  • Home
  • Featured
  • ઉડતા વિમાનમાં એર હોસ્ટેસને કર્યું પ્રપોઝ, Video વાયરલ થવા પર હકીકત આવી સામે

ઉડતા વિમાનમાં એર હોસ્ટેસને કર્યું પ્રપોઝ, Video વાયરલ થવા પર હકીકત આવી સામે

 | 9:29 am IST

તમે એક કહેવત સાંભળી જ હશે કે એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન લવ એન્ડ વાર. આવું જ કંઇક ચીનમાં પણ થયું. એક વ્યક્તિએ ઉડતા પ્લેનમાં એરહોસ્ટેસને પ્રપોઝ કર્યું. આ દરમ્યાન એર હોસ્ટેસે બોયફ્રેન્ડને નિરાશ કર્યો નહીં ત્યારબાદ લગ્નના પ્રપોઝલને પણ સ્વીકારી લીધું.

આ પણ વાંચો : હવામાં હેરાફેરી! ૪.૮ લાખ ડોલર સાથે પકડાઇ જેટ એરવેઝની એર હોસ્ટેસ

ચીનમાં એક એર હોસ્ટેસને બોયફ્રેન્ડે લગ્ન માટે પ્રપોઝ કરવા ફ્લાઇટમાં ચઢી ગયો. ફલાઇટે ઉડાન ભર્યાના અડધા કલાક બાદ પોતાની ગર્લ ફ્રેન્ડ પાસે ગયો અને તેને ઘૂંટણિયે બેસી પ્રપોઝ કરી દીધું. એટલું જ નહીં એર હોસ્ટેસે પોતાના બોય ફ્રેન્ડને નિરાશ કર્યો નહીં અને તેનું પ્રપોઝલ સ્વીકારી લીધું.

આ પણ વાંચો : ચીનમાં એર હોસ્ટેસ વિમાનમાંથી  નીચે પટકાઈ

ત્યારબાદ ત્યાંનો માહોલ સંપૂર્ણપણે બદલાઇ ગયો અને પેસેન્જરે તાળીઓથી આ ક્ષણને વધાવી લીધી. આખી ઘટના પ્લેનમાં બેસેલા પેસેન્જરે પોતાના કેમેરામાં કેદ કરી લીધી. અંદાજે એક મહિના સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ આ શખ્સ પ્લેનમાં ચઢી ગયો અને તેને હવામાં પોતાની ગર્લ ફ્રેન્ડને પ્રપોઝ કરી દીધું.

આ પણ વાંચો : દિલ્હી: જેટની એર હોસ્ટેસ કરોડોની હેરાફેરી કરી આ રીતે બની ગઇ ડોલર સ્મગલર

જો કે આ ઘટના સામે આવ્યા બાદ ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ (China Eastern Airlines) એ એર હોસ્ટેસને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધી.

આલોચના અને સપોર્ટ પણ

એરહોસ્ટરેસને નોકરીમાંથી કાઢી મૂકવાની કાર્યવાહીની આલોચના થઇ રહી છે. સોશિયલ મીડિયા પર લોકોએ વિમાન કંપનીને ‘બેરહેમ’ ગણાવી છે. તો કેટલાંકે કહ્યું કે જે ઉડતી ફલાઇટમાં છોકરાએ પ્રપોઝ કર્યું તે છોકરાની ભૂલ નથી નહીં તો છોકરીની.

જો કે કેટલાંક લોકો એર હોસ્ટેસના વિરોધમાં પણ બોલી રહ્યાં છે. આવા લોકોનું કહેવું છે કે મહિલા કર્મચારીએ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને અલગ-અલગ રાખવી જોઇએ.