Watch: Akshay Kumar Turns Wife Twinkle Khanna's 'Punching Bag'
  • Home
  • Featured
  • ટ્વિંકલે અક્કીના પ્રેમનું કર્યું પંચનામું, આ Video જોઇ તમે પણ ખડખડાટ હસી પડશો

ટ્વિંકલે અક્કીના પ્રેમનું કર્યું પંચનામું, આ Video જોઇ તમે પણ ખડખડાટ હસી પડશો

 | 11:32 am IST

બોલિવુડના પાવરકપલમાંથી એક અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્નને 18 વર્ષ થઇ ગયા છે. આ અવસર પર અક્ષયે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફની વીડિયો શેર કરતાં કહ્યું કે ટ્વિંકલની સાથે આટલા વર્ષ કેવી રીતે પસાર કર્યા છે. અત્યાર સુધી આ વીડિયોને આઠ લાખથી વધુ લોકો જોઇ ચૂકયા છે.

અક્ષય કુમારે વીડિયો શેર કરતાં લખ્યું કે એક માર્શલ આર્ટ એક્સપર્ટ હોવાના નાતે જ્યારે તમે તેમને કંઇક બતાવી રહ્યા છો તો તે તમને જ પંચિંગ બેગની જેમ યુઝ કરવા લાગે છે. આમ આ રીતે 18 વર્ષ પસાર થઇ ગયા છે. આપને જણાવી દઇએ કે આ વીડિયોમાં ટ્વિંકલ ખન્ના બોક્સિંગ કરતાં અક્ષય કુમારને પ્રેમથી પંચ મારી રહી છે.

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાએ 17 જાન્યુઆરી 2001ના રોજ લગ્ન કર્યા હતા. રવીના ટંડન અને અને શિલ્પા શેટ્ટીની સાથે સંબંધ ધરાવતા અક્ષયે અચાનક જ ટ્વિંકલ ખન્ના સાથે સાત ફેલા લેતા બોલિવુડ ઇન્ડસ્ટ્રીઝ ચોંકી ગઇ હતી. આ પાવર કપલના બે બાળકો આરવ અને નિતારા પણ છે. લગ્ન બાદ ટ્વિંકલે ઇન્ડસ્ટ્રીઝને બાય-બાય કહી દીધું અને પોતાની બુક્સ દ્વારા લોકોની વચ્ચે ખાસ જગ્યા બનાવી છે. અક્ષયનો બોલિવુડમાં હજુ પણ દબદબો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન