#WATCH: Amruta Fadnavis Crossed Safety Range Of Cruise Ship
  • Home
  • Videos
  • Featured Videos
  • ફડણવીસની પત્નીએ સુરક્ષાકર્મીની વાત માની નહીંને જીવના જોખમે કર્યો સ્ટંટ, Video વાયરલ

ફડણવીસની પત્નીએ સુરક્ષાકર્મીની વાત માની નહીંને જીવના જોખમે કર્યો સ્ટંટ, Video વાયરલ

 | 3:24 pm IST

મોટાભાગે લોકોને સેલ્ફી લેતા સમયે પોતાની જિંદગી ખતરામાં મૂકતા જોયા છે. કેટલાંય લોકોની જિંદગીને લઇ ખતરામાં મૂકતી સેલ્ફી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થાય છે અને કેટલીય વખત પોલીસ આવા લોકો પર કાર્યવાહી પણ કરે છે.

શનિવારના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ આવા જ સ્ટંટ કરતાં દેખાયા. મુંબઇ-ગોવા ક્રૂઝ શિપના ઉદ્ઘાટન સમારંભ બાદ લોકોને શિપ પર જવાની તક મળી હતી. શિપનું ફ્લેગ ઓફ કર્યા બાદ ખુદ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ક્રૂઝ પર પહોંચ્યા. તેમની સાથે મુખ્યમંત્રીના પત્ની અમૃતા ફડણવીસ પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.

કાર્યક્રમ બાદ અમૃતા ફડણવીસ ક્રૂઝની સામેના ભાગમાં બનેલી રેલિંગને પાર કરી સેલ્ફી લેવા પહોંચ્યા. આ દરમ્યાન ત્યાં હાજર સુરક્ષાકર્મીએ તેમને સમજાવાની કોશિષ કરી પરંતુ તેઓ સેલ્ફી લેતા રહ્યાં.