Video: Attack On Other State People In Gujarat
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: સુરતમાં પરપ્રાંતીય પર હુમલાના CCTV ફૂટેજ સામે આવતા ખળભળાટ

Video: સુરતમાં પરપ્રાંતીય પર હુમલાના CCTV ફૂટેજ સામે આવતા ખળભળાટ

 | 2:21 pm IST

ગુજરાતમાં પરપ્રાંતીયો પર હુમલા અને પલાયનનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગરમાયો છે. કેટલાંય પરપ્રાંતીયો ગુજરાતને અલવિદા કહી વતન ભેગા થઇ રહ્યાં છે ત્યારે સબસલામતના દાવા પોકારતી સરકાર માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં પરપ્રાંતીયો પર હુમલો કરી તેનો સામાન વગેરે ફેંકી રહ્યાં છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવતા ચકચાર મચી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ અધ્યક્ષે ફેસબુક પર લખ્યું, ‘આખા ગુજરાતમાં નબળી આર્થિક પૉલિસી, નોટબંધી અને જીએસટીને ખોટી રીતે લાગૂ કરવાના લીધી નાની ફેકટરીઓ બંધ થઇ રહી છે. તેના લીધે મોટી સંખ્યામાં બેરોજગારી ફેલાય રહી છે. આ બેરોજગારીના લીધે યુવાનોમાં સરકારની વિરૂદ્ધ ગુસ્સો છે, જે પ્રવાસી મજૂરો પર કાઢી રહ્યાં છે.’ પરપ્રાંતીયો પર હુમલાને લઇ આજે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ગુજરાત સરકાર પર નિશાન સાંધ્યું તો સામે પક્ષે ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ વળતો જવાબ આપ્યો છે.