#WATCH : Avalanche hit Tandi village in Lahaul-Spiti At Himachal Pradesh
  • Home
  • Featured
  • જુઓ, પહાડો પરથી પડતા બરફનો ખતરનાક પણ અદ્ભુત Video, કહેશો Wow

જુઓ, પહાડો પરથી પડતા બરફનો ખતરનાક પણ અદ્ભુત Video, કહેશો Wow

 | 11:30 am IST

હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લામાં ગુરૂવારના રોજ ફરી એકવખત હિમસ્ખલન આવ્યું. જો કે તેમાં કોઇને નુકસાન થયાના સમાચાર નથી. હિમસ્ખલનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં હિમસ્ખલનના ભયાનક પરંતુ સુંદર દ્રશ્યો દેખાઇ રહ્યાં છે.

હિમસ્ખલન હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિના ટંડી ગામમાં આવ્યું છે. વીડિયોમાં આજુબાજુના ઝાડ અને મકાન બધું જ બરફની સફેદ ચાદરથી ઢંકાયેલ નજર આવી રહ્યા છે. આની પહેલાં હિમાચલ પ્રદેશના જનજાતીય જિલ્લા કિન્નૌરમાં હિમસ્ખલન બાદ ગુમ બીજા બે સૈનિકોના નશ્વર દેહ ગુરૂવારના રોજ મળ્યા છે. આપને જણાવી દઇએ કે ચીન-ભારત સરહદની નીક શિપકી લામાં 20 ફેબ્રુઆરીના રોજ જમમુ-કાશ્મીર રાઇફલના નાયક વિદેશ ચાંદ, રાઇફલમેન અર્જુન કુમાર અને ચાર બીજા જવાન બરફમાં દટાઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન