#Watch : Batsman Catch Out Video Viral On Social Media
  • Home
  • Featured
  • બોલ વગર કેચ આઉટ થયો બેટ્સમેન, વીડિયો જોનારા બધા સ્તબ્ધ થઇ ગયા

બોલ વગર કેચ આઉટ થયો બેટ્સમેન, વીડિયો જોનારા બધા સ્તબ્ધ થઇ ગયા

 | 12:08 pm IST

આજકાલ ચારેયબાજુ IPL2019ની જ બોલબાલા છે. ક્રિકેટ પ્રેમીઓમાં તો આઇપીએલનો જબરદસ્ત ક્રેઝનું કહેવું જ શું. સોશિયલ મીડિયા પર IPL સાથે જોડાયેલા વીડિયો તહેલકા મચાવી રહ્યાં છે. આવો જ એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. જેને જોઇ તમે હસુ રોકી શકશો નહીં.

આ વીડિયોમાં કેટલાંય બાળકો ક્રિકેટ રમી રહ્યા છે પરંતુ તેના પર આખી ક્રિકેટ મેચમાં એક બોલની જગ્યા એ એક બાળકનો ઉપયોગ કરી રહ્યાં છે. જે દોડીને જોરથી બેટ પર ઉછળે છે. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે કેવી રીતે બાળ દોડતું આવે છે અને બેટ પર ઉછળીને ફિલ્ડરની ગોદમાં જઇ બેસી જાય છે. ત્યારબાદ બેટિંગ કરી રહેલા છોકરાને આઉટ ગણાવી દે છે.

આપને જણાવી દઇએ કે સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકોમાં ખૂબ પસંદ કરાઇ રહ્યો છે અને લોકો તેને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન