Watch: Bear Lunges at Man Coaxing Cubs in Tennessee park
  • Home
  • Featured
  • અચાનક જ રીંછ શખ્સ પર હુમલો કરવા ગયો અને… Video લાખો લોકો જોઇ ચૂકયા

અચાનક જ રીંછ શખ્સ પર હુમલો કરવા ગયો અને… Video લાખો લોકો જોઇ ચૂકયા

 | 2:27 pm IST

અમેરિકાના ટેન્સી નેશનલ પાર્કમાં રીંછના લાઇવ હુમલાનો વીડિયો વાયુવેગે વાયરલ થયો છે. વાત એમ છે કે પ્રખ્યાત નેશનલ પાર્કમાં ટુરિસ્ટ ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ એક રીંછની સાથે બે બાળ રીંછ રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા. આ સમયે એક ટુરિસ્ટ રીંછના બચ્ચાંની નજીક જવાની કોશિષ કરે છે ત્યારે બાળ રીંછની માતા ટુરિસ્ટ પર હુમલો કરવા જાય છે અને પછી જે દ્રશ્યો સર્જાય છે…આ વીડિયો જોઇ તમને પણ થશે કે મા તે મા….

ટુરિસ્ટને હંમેશા કહેવામાં આવે છે કે તમે પ્રાણીઓથી દૂર રહો. આ વીડિયો પરથી પાઠ શીખવા જેવો છે કે પ્રાણીઓને હેરાન ના કરતાં તેમનાથી અંતર બનાવી રાખવું જોઇએ. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયો જોઇ લીધો છે.

ટેનિસ નેશનલ પાર્કમાં આવતા મુલાકાતીઓને રીંછને કોઇપણ પ્રકારનું ખાવાનું ના આપવાનું પણ કહેવામાં આવે છે. જે માણસ અને રીંછ બંને માટે હિતાવહ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન