Watch: Buffalo cross on Cable Stayed Bridge In Surat
  • Home
  • Featured
  • Video: સુરતના કેબલ સ્ટેઇડ બ્રીજ પરથી ભેંસો પસાર કરવી ઢોર માલિકને પડી ભારે, થયો આકરો દંડ

Video: સુરતના કેબલ સ્ટેઇડ બ્રીજ પરથી ભેંસો પસાર કરવી ઢોર માલિકને પડી ભારે, થયો આકરો દંડ

 | 10:04 am IST

સુરત શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. પાલિકાના માર્કેટ વિભાગની શંકાસ્પદ કામગીરી વચ્ચે રખડતાં ઢોરને કારણ અકસ્માતના બનાવોમાં પણ વધારો થયો છે. બીજી ઓક્ટોબરને લોકાર્પણ થયેલા કેબલ સ્ટેઇડ બ્રિજની સુરત શહેરે રાષ્ટ્રીય લેવલે વાહવાહી લીધી છે. આ આઇકોનિક બ્રીજ ઉપર બીજા દિવસે સવારે ટહેલવા નીકળેલી ભેંસોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પાલિકાની ભારે બદનામી પણ થઇ હતી. આ વીડિયો જોઇ લાલઙૂમ થયેલા મ્યુનિસિપલ કમિશ્નરે તાકિદે એકશન લેવા આદેશ કરતાં માર્કેટ વિભાગે કેબલ બ્રિજની બાજુમાં જ અડાજણ ફાયર સ્ટેશન પાસે સંતાડી રખાયેલી ભેંસ, ગાય અને વાછરડાઓ ગેઇડ તોડી ઉંકકી લાવ્યા હોવાનું જણાવ્યું છે.

143 કરોડના ખર્ચે તૈયાર થયેલો સુરત માટે નવી ઓળખ તો રાજ્ય માટે નજરાણું બની ચૂકયો છે. આ બ્રિજની સોશિયલ મીડિયામાં છવાયેલી તસવીરો જોઇ સુરતીઓના મોઢેથી વાહ…શબ્દો સરી પડ્યા હતા. તો લોકાર્પણના બીજા જ દિવસે આ બ્રિજનો ફરતો થયેલો વીડિયો જોઇ બધા ડઘાઇ ગયા.

મસ્ત મહસીઓનું ઝૂંડ બ્રિજ ઉપર ટહેલવા નીકળ્યું હોવાનો વાઇરલ થયેલો વીડિયો જોઇ મ્યુનિસપલ કમિશ્નર ભારે નિરાશ થયા હતા. આ બાબતે માર્કેટ વિભાગના અધિકારીઓની ધૂળ ખંખેરી બેજવાબદાર ઢોરમાલિકને શોધી કાઢી પાઠ ભણાવવા આદેશ કર્યો હતો.

કમિશ્નરનો આદેશ થતાં જ માર્કેટ વિભાગે આ વિસ્તારમાં સતત બે દિવસ વોચ ગોઠવી હતી. બ્રિજની આસપાસ આવેલા તબેલાઓમાં તપાસ હાથ ધરી હતી. દરમ્યાન તંત્રને બ્રિજ ઉપર ટહેલવા નીકળેલા પશુઓ દેવાભાઈ હરીભાઈ ભરવાડના હોવાની માહિતી મળી હતી. સાથો સાથ બ્રિજ ઉપર રખડતાં જણાયેલા તમામ ઢોર બ્રિજની બાજુમાં જ એક પ્રાઇવેટ કંપાઉન્ડમાં છુપાવી દેવાનું જાણવા મળ્યું હતું. ખાનગી રાહે મળેલી આ માહિતીના પગલે માર્કેટ વિભાગે સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

દેવા ભરવાડે તંત્રની કામગીરીને સહકાર ન આપતા માર્કેટ વિભાગે એક ગેઇડ જ કાઢી નાંખી સંતાડી દેવાયેલી 13 બેંસ, 5 ગાય અને 4 વાછરડાઓ પકડીને ઢોર ડબ્બામાં પૂરી દીધા હતા. તંત્રના એકશનથી ફફડી ઉઠેલા ઢોરના માલિકે ગાય-ભેસ વાછરડા છોડાવવા દોડધામ કરી મૂકી. છેવટે એક દિવસ બાદ મોડી સાંજે 33300નો દંડ ફટકારી ફરી આવી ચેષ્ટા નહીં કરાવાની એફિડેવિટ લખાવી પશુઓ મુકત કર્યા હતા.