Watch : Buffalo Gets Fights Off Lions And crocodiles On Land-Water
  • Home
  • Videos
  • Featured Videos
  • ભેંસે પાણીમાં મગરમચ્છ અને બહાર સિંહને બરાબરનો હંફાવ્યો, લાખો લોકો જોઇ રહ્યા છે આ Video

ભેંસે પાણીમાં મગરમચ્છ અને બહાર સિંહને બરાબરનો હંફાવ્યો, લાખો લોકો જોઇ રહ્યા છે આ Video

 | 11:14 am IST

તમે આજ સુધી મગરમચ્છ અને વાઘની લડાઇનો કયારેય વીડિયો સોશિયલ મીડિયા પર જોયો હશે અને તેને પસંદ પણ કર્યો હશે. પરંતુ એક ભેંસનો વીડિયો કદાચ જ જોયો હશે. જેણે પહેલાં પાણીમાં મગરમચ્છને હાર માનવા માટે મજબૂર કરી દીધા પછી જંગલનો રાજા કહેવાતા સિંહને પણ હંફાવી દીધો.

સાઉથ આફ્રિકાના ક્રૂઝર નેશનલ પાર્કમાં કંઇક આવું જ જોવા મળ્યું છે. નેશનલ પાર્કમાં એક ભેંસ, સિંહ અને મગરમચ્છની વચ્ચે જંગ ચાલી. ત્રણ જંગલી પ્રાણીઓની વચ્ચે જિંદગી અને મોતની લડાઇનો આ વીડિયો સોશિયલ મીડિાય પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકો છો કો સિંહનું ટોળું ભેંસનો શિકાર કરવા માટે ઉમટ્યું, પરંતુ ભેંસે ચાલાકી દેખાડતા પાણીમાં કૂદી ગઇ.

જે સમયે સિંહથી જીવ બચાવા ભેંસ પાણીમાં કૂદી તે સમયે મગરમચ્છ પણ ત્યાં હતો. વીડિયોમાં તમે જોઇ શકો છો કે જેવી ભેંસ પાણીમાં કૂદે છે કે મગરમચ્છ તેના પર હુમલો કરી દે છે. પાણીમાં મગરમચ્છ સામે લડી પછી ભેંસ પાણીમાંથી બહાર આવી ગઇ.

ત્રણ જાનવરોની આ લડાઇનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વીડિયોમાં ભેંસની બહાદુરીના વખાણ કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન