#WATCH: Building of a Primary School Collapsed Brahmaputra Water
  • Home
  • Featured
  • બ્રહ્મપુત્ર નદીમાં પત્તાના તાજની જેમ વહી ગઇ આખેઆખી સ્કૂલ, 26 સેકન્ડનો ડરામણો વીડિયો

બ્રહ્મપુત્ર નદીમાં પત્તાના તાજની જેમ વહી ગઇ આખેઆખી સ્કૂલ, 26 સેકન્ડનો ડરામણો વીડિયો

 | 11:06 am IST

દેશના અનેક રાજ્યોમાં વરસાદે હવે રૌદ્રસ્વરૂપ ધારણ કરી લીધું છે. વરસાદના કારણે આસામના લગભગ 15 લાખ લોકો પ્રભાવિત થયા છે. ધોધમાર વરસાદના કારણે હજારો બિલ્ડિંગોને નુકસાન થયું છે તો અનેક બિલ્ડિંગ્સ ધરાશાયી થઈ ગઈ છે. હાલ આસામની એક સ્કૂલનો વીડિયો જાહેર થયો છે તે જોઇને ભલભલા ડરી જાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે મૌરીગાંવ જિલ્લાના ટેંગાગુરી સ્થિત એક સ્કૂલ જોત-જોતામાં સેકન્ડોમાં બ્રહ્મપુત્ર નદીમાં સમાઇ જાય છે. 26 સેકન્ડના આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્કૂલ પાણીની વહેણમાં કાગળની જેમ વહી ગઈ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વરસાદના કારણે બ્રહ્મપુત્ર નદીની સાથે જ ધનસિરી, જિયા ભરાલી, પુતિમારી અને બેકી નદીઓ પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

આસામમાં પૂરની સ્થિતિ સતત ગંભીર થતી જઈ રહી છે, ત્યારબાદ રાજ્યમાં સહાયતા માટે સેનાને બોલાવવામાં આવી છે. બ્રહ્મપુત્ર નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે

આ વીડિયો પણ જુઓ – ચંદ્રયાન 2 મિશન આપણી ટેકનોલોજીકલ કેપેસીટીનું છે ડેમોસ્ટ્રેશન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન